જૂનાગઢ: મેયરના વોર્ડમાં જ લોકો ગંદકી-રોગચાળાથી પરેશાન, મહિલાઓએ કર્યું રસ્તા રોકો આંદોલન

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

જૂનાગઢ: શહેરમાં ચોમાસાની સીઝનમાં મેયરના વોર્ડમાં જ ગંદકીની ફરિયાદો ઉઠી છે. ગંદકી અને ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. લાંબા સમયથી સ્થાનિકોની માંગ છતાં કોર્પોરેશન દ્વારા કોઈ ઉકેલ ન કરાતા લોકોએ રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી. જેના પરિણામે કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો.

જૂનાગઢના મેયરના વોર્ડ નંબર-9માં અનેક ફરિયાદો કરવા છતાં પણ ગટરોનું રીપેરિંગ ન થતા ગંદકી અને પાણી ભરાવાના કારણે મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાઈ રહ્યો છે. આ માટે સ્થાનિકો દ્વારા ઘણીવાર રજૂઆતો કરવામાં આવી છતાં તેનું કોઈ નિરાકરણ ન આવતા તેમને રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી. વોર્ડ નં.9માં મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું, જેમાં રોડ પર જ ગટરના ભૂંગળા પાથરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

કોર્પોરેશનના અધિકારીઓ તથા મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ અધિકારીઓએ પોલીસની મદદ લઈને તેમને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમ છતાં લોકો ન માનતા આખરે કોર્પોરેટરે ખૂદ સામે આવીને આવતીકાલથી નિયમિત સફાઈ થશે તેવી ખાતરી આવતા મામલો શાંત થયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT