સુરતમાં પતિના જ મિત્ર સાથે પત્નીનું લફરું ચાલતું હતું, દારૂ પાર્ટીમાં બબાલ થતા બંનેએ પતિને પતાવી દીધો

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/ સુરત: સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત ઘટનાઓ વધી રહી છે જેના કારણે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા અમરોલી વિસ્તારમાં એક પ્રેમી તેની પ્રેમિકાને ઓરિસ્સાથી સુરત લાવીને તેની હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. હવે સુરતના ડિંડોલી વિસ્તારમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

રેલવે ટ્રેક પરથી અજાણ્યો મૃતદેહની ચાલી રહી હતી તપાસ
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મુખ્ય ઓવરબ્રિજ નીચેથી પસાર થતી દિલ્હી મુંબઈ રેલવે લાઇનના પાટા પરથી પોલીસને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પ્રાથમિક તબક્કામાં પોલીસને ખબર ન હતી કે મૃતક કોણ છે. પરંતુ જેમ જેમ પોલીસ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. પોલીસ તપાસ હજુ ચાલુ હતી ત્યારે એક મહિલા તેના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે મહિલાને તેના પતિના ગુમ થવાને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા, જેના જવાબ મહિલા આપી શકી નહીં. જ્યારે મહિલાની પોલીસ સ્ટાઈલમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે સ્વીકાર્યું કે જે લાશ મળી આવી તે તેના પતિ વિનોદ બલદેવની છે.

પતિના મિત્ર સાથે જ મહિલાનું લફરું હતું
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, મૃતકની પત્ની પૂનમે કબૂલાત કરી છે કે તેના પતિ સાથે ઝઘડા થતા હતા. મૃતક વિનોદની પત્ની પૂનમને પતિના મિત્ર સાગર કોળી અને સાગર કોળીના મિત્ર રાહુલ કોળી સાથે પ્રેમ સંબંધો હતા. મૃતક વિનોદની પત્ની પૂનમે તેના પ્રેમી રાહુલ કોળી અને સાગર કોળી સાથે મળીને તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહને બ્રિજ નીચે રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

રેલવે ટ્રેક પર લાશ ફેંકી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો
મૃતકની પત્ની પૂનમને તેના પતિના મિત્ર સાથે પ્રેમ સંબંધ હતો. ઘરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી જેમાં પતિ-પત્નીના પ્રેમી મિત્રએ પણ ભાગ લીધો હતો. પાર્ટી દરમિયાન પતિએ પત્ની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું, જેના કારણે પ્રેમી ગુસ્સે થઈ ગયો અને તેણે દુપટ્ટાનું દોરડું બનાવીને પતિની હત્યા કરી નાખી. મૃતદેહને છુપાવવા માટે તેઓ મૃતદેહને ઓટોમાં લઈને રેલ્વે ટ્રેક પાસે લઈ ગયા અને ટ્રેક પર એવી રીતે ફેંકી દીધો કે ટ્રેનની અડફેટે આવીને મોત થયું હોય તેવું લાગતું હતું. ઘરમાંથી મૃતદેહને ઓટોમાં લઈ જતી વખતે ત્રણેય લોકો સીસીટીવીમાં પણ કેદ થયા હતા.રેલવે ટ્રેક પરથી લાશ મળ્યા બાદ પોલીસને પ્રથમ નજરે આ ગળું દબાવી હત્યાનો મામલો હોવાનું જણાયું હતું. જોકે, મૃતકની કોઈ ઓળખ ન હોવાથી હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે મોટો પડકાર હતો. આખરે પોલીસ તેમના સર્વેલન્સના આધારે મૃતકની પત્ની સુધી પહોંચી હતી. શંકાની સોય મૃતકની પત્ની પર ફરી ગઈ અને પછી કડીઓ જોડતા આરોપીઓ સુધી પહોંચી અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

લાશનો ભેદ ઉકેલાતા પોલીસ પણ સ્તબ્ધ
સુરતના ડિંડોલી વિસ્તારમાંથી બે દિવસ પહેલા રેલવે ટ્રેક પરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો ત્યારે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પત્ની પૂનમે તેના પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને તેના જ ઘરમાં પતિની હત્યા કરી નાખી હતી અને તે પછી તે કોઈ રીતે લાશનો નિકાલ કરવા માંગતી હતી. DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, પત્ની પૂનમે મૃતદેહને અકસ્માતમાં પરિવર્તિત કરવા માટે કે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે રેલવે ટ્રેક પર મૂક્યો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે. રાત્રે 2 વાગ્યાની આસપાસ એક ટ્રેન પસાર થયા બાદ મૃતદેહને ટ્રેક પર મૂકવામાં આવ્યો હતો, ત્યાર બાદ જે ટ્રેન પસાર થઈ હતી તેની સ્પીડ ધીમી હતી, જેથી ટ્રેનના ડ્રાઈવરે મૃતદેહને ટ્રેક પર જોયો, તે રોકાઈ ગયો. ટ્રેન અને પોલીસને જાણ કરી. પતિની હત્યા કર્યા બાદ પત્નીએ તેના બે સાથીઓ સાથે મળીને મૃતદેહને ઓટોમાં મૂકીને પુલ પર લઈ ગયો હતો અને તેને પુલ પરથી નીચે ફેંકી દીધો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT