તહેવારને પણ નડશે મોંઘવારી, પિચકારીના ભાવે આંખોમાંથી કાઢ્યા પાણી

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં હોળી અને ધૂળેટી પર્વની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આ દરમિયાન આ પર્વ માટે નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ ગેલમાં આવી ગયા છે. ત્યારે ધૂળેટીના તહેવાર પર મોંઘવારીનો માર જોવા મળ્યો છે. ધૂળેટીના કલર ઉડાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પિચકારી પર મોંઘવારીનો બોજો જોવા મળ્યો છે, આ વર્ષે પિચકારીના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યભરમાં રસ્તા પર પિચકારી અને કલરના સ્ટોલ શરૂ થઈ ચૂક્યા છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં પિચકારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. ધીમે-ધીમે નાના મોટા સ્ટોલ ખૂલવા માંડયા છે. કોરોનાના ગ્રહણ બાદ મોંઘવારીએ માજા મૂકી છે, મોટાભાગની પિચકારી ચાઈના અને દિલ્હીથી મગાવવામાં આવે છે. ત્યારે લોકોએ આ વખતે પિચકારીની ખરીદીમાં 25થી 30 ટકા ભાવ વધારો આપવા તૈયાર રહેવું પડશે.

ઉત્પાદકોએ ઓછો માલ બનાવ્યો
અમદાવાદ શહેરના સિઝનલ બજારોના વેપારીઓએ જથ્થાબંધ પિચકારીની ખરીદી શરૂ કરી દીધી છે. ધૂળેટીના તહેવારને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન 8 માર્ચના રોજ આવી રહેલા હોળીના પર્વને લઈને શહેરમાં પિચકારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. જુદા-જુદા વિસ્તારોમાં નાની નાની દુકાનો ખૂલવા માંડી છે. અમદાવાદના કાલુપુર માર્કેટમાં જથ્થાબંધ વેપારીઓ પાસેથી નાના વેપારીઓએ ખરીદી શરૂ કરી દીધી છે. મોંઘવારી અને કોરોનાના ડરના કારણે આ વખતે પણ ચાઈના અને દિલ્હીમાં ઉત્પાદકોએ ઓછો માલ બનાવ્યો છે. જેને કારણે જથ્થાબંધ વેપારીઓ માલની અછત હોવાનું જણાવી રહ્યા છે. આ ઉપરાંત મોંઘવારી વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો છે. જેથી પિચકારીના ભાવમાં 25થી 35 ટકા સુધીનો વધારો થયો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ વખતે માર્કેટમાં 7 પ્રકારની પિચકારીનો ટ્રેન્ડ

બાળકોની પ્રિય પિચકારીના ભાવ વધી રહ્યા છે. પરંતુ અનેક પિચકારીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વખતે માર્કેટમાં 7 પ્રકારની પિચકારીનો ટ્રેન્ડ છે. જેમાં ટ્રેન્ડિંગ પિચકારીના પ્રકાર- પમ્પ, એરપ્રેશર, નાની-મોટી ગન, ટેન્કવાળી, કાર્ટૂન કેરેક્ટર, બાર્બી ડોલ, જુદા-જુદા એનિમલ, રબરના ફુગ્ગાવાળી પિચકારી પણ મળી રહી છે.બજારમાં 20 રૂપિયાથી 1 હજાર રૂપિયા સુધીની અવનવી પિચકારીઓ વેચાય છે. ગયા વર્ષે બજારમાં 50 રૂપિયામાં વેચાતી પિચકારીના આ વખતે 65થી 70 અને 200 રૂપિયાની પિચકારીના 250 જેટલા ભાવ રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT