Gujarat Rain News: ખેડૂતોને સરકારની ખાસ સૂચના, માવઠા પહેલા આટલું કરજો નહીં તો...
Gujarat Rain News: ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લામાં કરા સાથે વરસાદ પડ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ચાર દિવસમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.
ADVERTISEMENT
Gujarat Rain News: ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લામાં કરા સાથે વરસાદ પડ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ચાર દિવસમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. તો બીજી તરફ ખેતી નિયામકની કચેરીએ ખેડૂતોને ખાસ સાવધાની રાખવા માટે અનુરોધ કર્યો છે.
ગાજવીજ સાથે ક્યાં-ક્યાં થઈ શકે વરસાદ?
ઉત્તર પશ્ચિમ-મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી છે. 14 મેના રોજ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી છે. તો 15 મે પર બનાસકાંઠા, ગીર સોમનાથમાં અને 16 મે પર માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ દરમિયાન પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાશે. આ બાદ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે.
આ પણ વાંચો: Gujarat Police Recruitment: પોલીસ ભરતીની શારીરિક કસોટી ક્યારે યોજાશે? Hasmukh Patelની મોટી જાહેરાત
ખેડૂતોએ રાખવી ખાસ સાવચેતી
હવામાન ખાતા દ્વારા આગામી જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી પર ખેડૂતો માટે ખેતી નિયામકની કચેરી દ્વારા તકેદારીનાં પગલા લેવા સંદેશો આપવામાં આવ્યો છે. વરસાદના સમયે પાકરક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Unseasonal Rain: કરા...ગાજવીજ...ભારે પવન...ભરઉનાળે ગુજરાતમાં અષાઢી માહોલ, રસ્તાઓ થયાં પાણી-પાણી
કિસાન કોલ સેન્ટરનો નંબર જાહેર કર્યો
વધુમાં જણાવ્યા પ્રમાણે, વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા જણાવાયું છે.
ADVERTISEMENT