IPL 2024માં બેટિંગ અને બોલિંગમાં હાર્દિક 'ફેલ'!, શું MIને ચેમ્પિયન બનાવવાનું પ્રેશર?
Team India Selection For T20 World Cup 2024: હાર્દિક પંડ્યાની ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં વાપસી આ વાત પર નિર્ભર હશે કે તેઓ IPLની બાકીની મેચમાં કેટલી સારી અને કેટલીવાર બોલિંગ કરે છે.
ADVERTISEMENT
IPL 2024: હાર્દિક પંડ્યાની ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં વાપસી આ વાત પર નિર્ભર હશે કે તેઓ IPLની બાકીની મેચમાં કેટલી સારી અને કેટલીવાર બોલિંગ કરે છે. ગત અઠવાડિયે મુંબઈમાં BCCI મુખ્યાલય (BCCI Headquarters) ખાતે ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માની વચ્ચે એક બેઠક યોજાઈ હતી.
BCCI હેડક્વાટર ખાતે 2 કલાક ચાલી બેઠક
તે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો હાર્દિક પંડ્યાને T20 ટીમમાં વાપસી કરવી હોય તો તેમણે નિયમિત બોલિંગ કરવી પડશે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, બે કલાક ચાલેલી બેઠકમાં ચર્ચાનો મુખ્ય ભાગ સીમ બોલિંગ ઓલરાઉન્ડરને લઈને હતો. T20 વર્લ્ડ કપ 2024 યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાની છે. આ જ કારણ છે કે ટીમ સીમ બોલિંગ ઓલરાઉન્ડરની શોધમાં છે.
IPL 2024માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન નિરાશાજનક
IPLમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ખરાબ રહ્યું છે અને દર્શકો તરફથી પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ આવી રહી છે. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનાવવામાં આવતા દર્શકો નારાજ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં અત્યાર સુધીમાં બેટ અને બોલ બંનેથી હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સારું રહ્યું નથી. એવામાં સવાલ એ ઉભો થાય છે કે મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળ્યા બાદ હાર્દિક પંડ્યાને શું થયું છે?, શું તેમના પર MIને ચેમ્પિયન બનાવવાનું પ્રેશર છે?
ADVERTISEMENT
ધોનીએ ફટકારી હતી ત્રણ સિક્સર
રવિવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં એમએસ ધોનીએ હાર્દિક પંડ્યાની બોલિંગ દરમિયાન સતત ત્રણ સિક્સર ફટકારી હતી. આ કારણે લોકો તેમનાથી વધુ ગુસ્સે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ હાર્દિક પંડ્યાને ટી20 વર્લ્ડ કપ 2024માં ઓલરાઉન્ડર તરીકે જોવા માંગે છે, કારણ કે તેનાથી તેમને જરૂરી બેલેન્સ મળશે.
IPL 2024માં હાર્દિક પંડ્યાનું બોલિંગ પ્રદર્શન
- પાવરપ્લે (1-6) માં: 4 ઓવર ફેંકી: 44 રન આપ્યા: 1 વિકેટ લીધી: 11નો ઈકોનોમી રેટ રહ્યો.
- મિડલ ઓવર્સ (7-16) માં: 6 ઓવર ફેંકી: 62 રન આપ્યા: 1 વિકેટ લીધી: 10.33નો ઈકોનોમી રેટ રહ્યો.
- ડેથ ઓવર્સ (16-20) માં: 1 ઓવર ફેંકી: 26 રન આપ્યા: 1 વિકેટ લીધી: 26નો ઈકોનોમી રેટ રહ્યો.
ADVERTISEMENT
અત્યાર સુધીમાં બનાવ્યા 131 રન
બેટિંગની વાત કરીએ તો અહીં પણ હાર્દિક પંડ્યાનું ફોર્મ ચિંતાનો વિષય છે. તેમણે આ IPLમાં અત્યાર સુધી માત્ર 131 રન બનાવ્યા છે. જાણવા મળ્યું છે કે સિલેક્ટર્સ શિવમ દુબેથી પણ ખૂબ જ પ્રભાવિત છે. ડાબોડી બેટ્સમેન હોવા ઉપરાંત શિવમ દુબે સ્પિનરોની ઈચ્છા મુજબ ધોલાઈ કરવામાં સક્ષમ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT