IPL 2024: ટેબલ ટોપર ટીમ વચ્ચે આજે મહામુકાબલો, જાણો બંને ટીમની સંભવિત Playing XI
KKR vs RR, IPL 2024, Proabable Playing XI: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મેચ નંબર 31 રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમવાની છે. આ મેચ ઈડન ગાર્ડન્સમાં છે. રાજસ્થાન રોયલ્સ (RR) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) બંને હાલમાં IPL 2024 ની ટેબલ ટોપર ટીમો છે.
ADVERTISEMENT
KKR vs RR, IPL 2024, Proabable Playing XI: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મેચ નંબર 31 રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમવાની છે. આ મેચ ઈડન ગાર્ડન્સમાં છે. રાજસ્થાન રોયલ્સ (RR) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) બંને હાલમાં IPL 2024 ની ટેબલ ટોપર ટીમો છે.
યુઝવેન્દ્ર ચહલ પાસે છે પર્પલ કેપ
સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાન રોયલ્સનું અત્યાર સુધીનું ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું છે. તેમાં આર અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલનો સ્પિનર્સ કોમ્બો તરીકે સમાવેશ થાય છે, જ્યારે પેસ આક્રમણ ટ્રેન્ટ બોલ્ટ અને અવેશ ખાનના હાથમાં રહેશે. ચહલ હાલમાં IPLનો પર્પલ કેપ હોલ્ડર છે, તેના નામે 6 મેચમાં 11 વિકેટ છે. રાજસ્થાનનો બેટિંગ ઓર્ડર ખતરનાક છે, રાજસ્થાન પાસે ઓપનિંગ જોડી તરીકે યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર છે. આ આઈપીએલમાં રિયાન પરાગનું બેટ પણ ધૂમ મચાવી રહ્યું છે.
રાજસ્થાનના આ બેટર્સ ફૉર્મમાં
રિયાનને 6 મેચમાં 284 રન બનાવ્યા છે. આ મેચોમાં તેની એવરેજ 71.00 અને સ્ટ્રાઈક રેટ 155.19 છે. પરાગ કોહલી બાદ તે ટૂર્નામેન્ટમાં રનના મામલે બીજા સ્થાને છે. કેપ્ટન સંજુ સેમસન પણ શાનદાર ફોર્મમાં છે. સેમસને 6 IPL મેચોમાં 66.00ની એવરેજ અને 155.29ની સ્ટ્રાઈક રેટથી 264 રન બનાવ્યા છે. જોસ બટલર અને અશ્વિન નજીવી ઈજાને કારણે શનિવારે પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમી શક્યા ન હતા. બંને ફિટ થયા બાદ પરત ફરે તેવી અપેક્ષા છે. જ્યારે તનુષ કોટિયન, રોવમેન પોવેલ અથવા કેશવ મહારાજમાંથી કોઈપણ એક બેન્ચ પર બેસશે જે ટોસના પરિણામ પર આધાર રાખે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો:- Diploma Admission: ધો. 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ, જાણો એડમિશન અંગેની સંપૂર્ણ પ્રક્રિયા?
KKR ની કેવી છે બેટિંગ લાઇન અપ?
તો સામે KKR પાસે પણ ખૂબ જ મજબૂત બેટિંગ લાઇન અપ છે. જેનો શ્રેય વેસ્ટ ઈન્ડિઝના જાણીતા ઓલરાઉન્ડરોની જોડી એટલે કે સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલને જાય છે. જો સુનીલ નારાયણ ઓપનિંગમાં આવે છે, તો તે આખી મેચને પલટાવવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ રસેલ પણ ટીમમાં એક પાવર હીટરની ભૂમિકા નિભાવી રહ્યો છે.
KKR vs RR હેડ ટુ હેડ
બંને ટીમો 28 વખત સામસામે આવી ચુકી છે. KKRએ 14 મેચ જીતી છે જ્યારે 13 રાજસ્થાનની તરફેણમાં ગઈ છે. 1 મેચ માટે કોઈ પરિણામ નથી. આ પહેલા જ્યારે બંને ટીમો છેલ્લી વખત સામસામે આવી હતી ત્યારે રાજસ્થાને મેચ જીતી હતી.
ADVERTISEMENT
Hardik Pandya થી ખુશ નથી સિલેક્ટર્સ! આ કામ ન કર્યું તો T-20 વર્લ્ડકપમાંથી થઈ શકે બહાર
બંને ટીમના સંભવિત playing 11
કોલકાતા નાઈટ રાઈડર્સના સંભવિત 11 ખેલાડીઓ: ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનિલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી/નીતીશ રાણા, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી (ઈમ્પેક્ટ પ્લેયર)
ADVERTISEMENT
રાજસ્થાનની સંભવિત પ્લેઈંગ 11: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રાયન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ/કેશવ મહારાજ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ (ઈમ્પેક્ટ પ્લેયર)
ADVERTISEMENT