Hardik Pandya થી ખુશ નથી સિલેક્ટર્સ! આ કામ ન કર્યું તો T-20 વર્લ્ડકપમાંથી થઈ શકે બહાર

ADVERTISEMENT

Hardik Pandya
Hardik Pandya
social share
google news

Hardik Pandya: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન અને ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મુંબઈમાં BCCIની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર, રોહિત શર્મા, રાહુલ દ્રવિડ અને અન્ય BCCI સભ્યો હાજર હતા. આવી સ્થિતિમાં, હાર્દિક પંડ્યા વિશે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આગામી ટી-20 વર્લ્ડ કપ 2024માં તેની પસંદગી ત્યારે જ થશે જ્યારે તે IPLની બાકીની મેચોમાં બોલ સાથે કંઇક અદ્ભુત પ્રદર્શન કરશે. હાલમાં પસંદગીકારો પંડ્યાની બોલિંગ પર નજર રાખી રહ્યા છે. 

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મીટિંગમાં દરેક વ્યક્તિ સહમત હતા કે જો હાર્દિકે પુનરાગમન કરવું હોય તો તેણે નિયમિતપણે બોલિંગ કરવી પડશે. બે કલાક ચાલેલી બેઠકમાં ચર્ચાનો મુખ્ય ભાગ સીમ બોલિંગ ઓલરાઉન્ડર વિશે હતો, જેને ટીમ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે શોધી રહી છે.

આ પણ વાંચો: '108 મીટરનો છગ્ગો, રિયલ થાલા...' કાર્તિક પર રોહિત શર્માની ભવિષ્યવાણી સાચી પડશે! T20 વર્લ્ડકપનો બન્યો દાવેદાર

હાર્દિક પંડ્યા IPLમાં ફ્લોપ રહ્યો છે

તમને જણાવી દઈએ કે IPL 2024માં પંડ્યાનું અત્યાર સુધીનું પ્રદર્શન ખરાબ રહ્યું છે અને ફેન્સ પણ તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. રોહિતની જગ્યાએ તેને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે તેનાથી દરેક નારાજ છે. બેટ અને બોલ બંને સાથે તેનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી. રવિવારે રાત્રે, ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં, જ્યારે એમએસ ધોનીએ તેની ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી, ત્યારે ફેન્સે પંડ્યાને વધુ ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો

ADVERTISEMENT

આઈપીએલમાં પહેલાથી જ એવા ઘણા ખેલાડીઓ છે જે સારી બેટિંગ કરી રહ્યા છે. પરંતુ ટીમ ઈન્ડિયા એક ઓલરાઉન્ડરની શોધમાં છે. આવી સ્થિતિમાં, જો હાર્દિક બેટ અને ખાસ કરીને બોલથી સારો દેખાવ નહીં કરે તો શક્ય છે કે તે આગામી T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન બને.

આ પણ વાંચો: IPL 2024: હૈદરાબાદે પોતાનો જ રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ, બેંગ્લોર સામે 20 ઓવરમાં 287 રન ફટકાર્યા

હાર્દિક સતત બોલિંગ નથી કરી રહ્યો

IPL દરમિયાન કમબેક કર્યા બાદ પંડ્યાએ છમાંથી ચાર મેચમાં બોલિંગ કરી છે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની પ્રથમ બે મેચમાં તેણે ત્રણ અને ચાર ઓવર ફેંકી હતી. પછીની બે મેચમાં બોલિંગ ન કરી બાદમાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એક ઓવર નાખી અને રવિવારે પંડ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ત્રણ ઓવર ફેંકી. આવી સ્થિતિમાં પંડ્યા નિયમિતપણે બોલિંગ કરી રહ્યો નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT