સિદ્ધપુરમાં સૂર્યના કિરણોથી હોળી પ્રજ્વલિત કરાઈ: 110 વર્ષ જૂની અનોખી પરંપરા આજે પણ અકબંધ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ.પાટણ: ધાર્મિક નગરી સિદ્ધપુરમાં દરેક તહેવારો ની ધાર્મિક વિશિષ્ટતાથી અનોખી ઉજવણી કરાય છે જેમાં સમગ્ર ભારતભર માં હોળી દિવાસળી, કેરોસીન, ઘી, તેલથી પ્રગટાવવામાં આવે છે જ્યારે સિદ્ધપુરમાં હોળીને સૂર્યના સુષ્મ કિરણને બિલોરી કાચમાં ઝીલીને પ્રગટાવવામાં આવે છે. આ પ્રગટાવેલી હોળીના અંગારાઓને છાણાઓમાં લઈને શહેરના વિવિધ શેરી મહોલ્લામાં વાજતે ગાજતે હોળી પ્રગટાવવામાં આવે છે. આ પ્રાચીન પરંપરા છેલ્લા 110 વર્ષથી અકબંધ જળવાઈ રહી છે.

હોળીનો વર્તારો, અંબાલાલ પટેલે કહ્યું આગામી વર્ષ કડકા-ભડાકા વાળું રહેશે

સિદ્ધપુરમાં જોષીઓની ખડકી ખાતે બિલોરી કાચથી પ્રગટાવેલી હોળીમાંથી છાણામાં અગ્નિને શહેરની બીજી હોળી પ્રગટાવવામાં આવે છે. નાના-નાના ભૂલકાઓ ઢોલ-નગારાના તાલે હોળી પ્રગટાવવાનો આનંદ માણે છે. આ અંગે દુષ્યંતભાઈ ઠાકર જણાવ્યું હતું કે સિદ્ધપુરના રાજા સિદ્ધરાજ જયસિંહના સમયથી આ પ્રમાણે બિલોરી કાચથી હોળી પ્રગટાવવામાં આવે છે.

આવું તો પાકિસ્તાનમાં જ બને! પ્રતિષ્ઠીત સમાચાર ચેનલ પર પ્રતિબંધ લગાવી દીધો અને કારણ આપ્યું કે…

કેવી રીતે હોળી પ્રગટાવાય છે ?
ખડકીમાં રહેતા નિરંજન ઠાકરે જણાવ્યું કે પીતાંબર ધારી યુવાનો સૂર્યના કિરણોને મધ્યાને બિલોરી કાચ પર ઝીલીને તેના દ્વારા છાણામાં રાખેલા રૂ ને પ્રગટાવવામાં આવે છે. તેમાંથી છાણા પ્રગટાવવામાં આવે છે અને તે પ્રગટાવેલા છાણા રાખી મૂકીને સંધ્યા સમયે શુભ મુહૂતમાં વાજતે ગાજતે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. લાકડાઓમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને શહેરના જ્યારે આ અંગે યશભાઈ પાધ્યાએ જણાવ્યું હતું કે કોઈક સમયે આકાશ વાદળછાયું અને વરસાદી બને છે ત્યારે રૂના ટુકડાને અરણીના લાકડામાં મૂકી તેનું મંથન કરી અને તેમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે અને તેના દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

અમદાવાદમાં વંટોળઃ જુઓ Video, અમરેલીમાં કરાની સટાસટી, હોલીકા દહનમાં મુશ્કેલી

વાદળછાયા વાતાવરણમાં અરણી મંથનથી હોળી પ્રગટાવાય છે
હોળીના દિવસે વરસાદ કે વાદળછાયા વાતાવરણમાં સૂર્ય ન દેખાય તો તે દિવસે પણ અરણીના લાકડાનું મંથન કરી તેમાંથી રૂ દ્વારા અગ્નિ પ્રગટાવી તે અગ્નિને છાણમાં પરિવર્તન કરી અને તેના દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT