છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં એરસ્ટ્રીપ પાછળ 93 કરોડથી વધુનો થયો ખર્ચ, જાણો ક્યાં બનશે એરસ્ટ્રીપ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે પ્રશ્નોતરી કાળમાં વિવિધ ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાના એરસ્ટ્રીપને લઈ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે લેખિત જવાબ આપતા કહ્યુ હતું કે,છેલ્લા બે વર્ષેમાં આ એરસ્ટ્રીપ પાછળ 93 કરોડ 73 લાખ 61 હજાર 931 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ સરકારને એરસ્ટ્રીપને લઈ સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમના જવાબમાં કહેવામાં આવ્યું કે, રાજ્યમાં મોરબી, અંબાજી, ધોળાવીરા, પરસોલી , બગોદરા, દ્વારકા, દહેજ, પાલીતાણા, અંકલેશ્વર, રાજપીપળા, વણોદ અને માંડવી ખાતે એરસ્ટ્રીપ નિર્માણ પામશે. છેલ્લા બે વર્ષેમાં આ એરસ્ટ્રીપ પાછળ 93 કરોડ 73 લાખ 61 હજાર 931 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

માત્ર માંડવી એરસ્ટ્રીપનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. તે ઉપરાંત મોરબી ખાતે કમ્પાઉન્ડ વોલન બાંધકામ કામગીરી ચાલી રહી  છે. અંબાજી, ઘોળાવીરા પરસોલી  અને બગોદરા એરસ્ટ્રીપ માટે જમીન મેળવવાની કામગીરી ચાલી રહી છે. દ્વારકા ખાતે હવાઇપટ્ટી વિકસાવવા વર્ષ 2023-24માં નવી બાબત રજૂ કરવામાં આવી છે. દહેજ અને પાલીતાણા એરસ્ટ્રીપ વિકસાવ શક્યતાવર્તી અભ્યાસ( પ્રી-ફીઝીબિલીટી સ્ટડી) કર્યા બાદ આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજકોટ હીરાસર, અંકલેશ્વર અને રાજપીપળા ખાતે એરપોર્ટ વિકસાવવાનું કામ ચાલી રહ્યું  છે.  વણોદ(બેચરાજી) ખાતે હવાઇપટ્ટી વિકાસવાની કામગીરી વિચારણા હેઠળ છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી આંદોલનની ચીમકી, જાણો શું છે કારણ

જાણો ક્યાં વર્ષે થયો કેટલો ખર્ચ 
વર્ષ 2021 – 90,13,94,519
વર્ષ 2022 – 3,59,67,412
કુલ ખર્ચ – 93,73,61,931

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT