વિસાવદરના કોંગી ધારાસભ્યએ ભાજપના નેતા સાથે રમ્યા ગરબા, કોંગ્રેસનું વધ્યું ટેન્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી જૂનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. તોજ જોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસના 5 જેટલા ધારાસભ્ય કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ છે આ વચ્ચે વિસવાદરના ધારાસભ્ય ભાજપના નેતા સાથે ગરબાના તાલ સાથે ઝૂમ્યા.

પૂર્વ મંત્રી સાથે રમ્યા ગરબે 
રાજ્યમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે ત્યારે ગરબે રમવા સૌ કોઈને અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ સાથે ચૂંટણી નજીક આવતાની સાથે નેતાઓ પણ જનતા વચ્ચે રહેવાનો કોઈ મોકો ખોવા નથી માંગતા. ત્યારે વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપના નેતા સાથે વિસાવદરમાં ગરબે રમતા જોવા મળ્યા હતા. એક તરફ હર્ષદ રિબડિયા ભાજપના સંપર્કમાં હોવાની અટકળો તેજ છે. હર્ષદ રિબડિયા ભાજપમાં ભળી રહ્યા છે તેવી ચર્ચા ચાલી રહી છે. નરેન્દ્ર મોદીના ગુજરાત કાર્યક્રમ દરમિયાન તે ભાજપમાં ભલે તેવી સંભાવના છે ત્યારે હવે પૂર્વ મંત્રી કનુ ભાલાળા સાથે ગરબે રમત જોઈ અટકળોને વેગ મળ્યો છે.

ગરબાના આયોજનમાં વચ્ચે થોડીવાર માટે હર્ષદ રીબડિયા ભાજપના આગેવાનો સાથે ગરબે રમતા જોવા મળ્યા. પુર્વ મંત્રી કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના અગ્રણીઓ સાથે રમ્યા ગરબે. જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વીપુલ કાવાણી સહિતના હોદ્દેદારો પણ ગરબે ઘૂમ્યા હતા. વિસાવદર શહેરમાં ગૌમાતા ના લાભાર્થે કરવામાં આવ્યું છે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

લલીત વસોયા પણ ભાજપના નેતા સાથે 
કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા પણ ભાજપના નેતા સાથે અનેક વાર જોવા મળ્યા છે. આ પૂર્વ મંત્રી જયેશ રાદડિયાના કાર્યક્રમમાં અનેક વખત હાજરી આપતા લલીત વસોયા જોવા મળે છે. ધારાસભ્ય લલીત વસોયા તો પોતના બેનરમાં કોંગ્રેસનો લોગો પણ નથી લગાવતા.

જાણો શું કહ્યું ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ
ધારાસભ્ય હર્ષદ રિબડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ગૌ સેવના લાભાર્થે આ ગરબાનું આયોજન હતું અને દર વર્ષે તમામ રાજકીય આગેવાનો સાથે રહી અને રાસ લેતા હોય છે. આ ઉપરાંત ભાજપમાં ભળવા અંગે કહ્યું કે, 7 વર્ષથી આ વાતો ચાલી રહી છે. ચૂંટણી આવે એટલે વધુ અફવા ઊડે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT