સેટેલાઈટ આધારિત ટોલ સિસ્ટમ શું છે? FASTag ખતમ થઈ જશે! ટોલ પ્લાઝા પર ગાડી પણ નહીં રોકવી પડે
Satelite based Toll System: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એક મોટી જાહેરાત કરી છે. ટોલ પ્લાઝા પર લાગતો સમય ઘટાડવા માટે ફાસ્ટેગ શરૂ કરવામાં આવ્યું હતું. હવે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં આ સિસ્ટમ હટાવીને નવી સેવા લાવશે, જે સેટેલાઇટ આધારિત હશે. એટલે કે સેટેલાઈટમાંથી જ તમારા પૈસા કપાઈ જશે.
ADVERTISEMENT
Satelite based Toll System: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એક મોટી જાહેરાત કરી છે. ટોલ પ્લાઝા પર લાગતો સમય ઘટાડવા માટે ફાસ્ટેગ શરૂ કરવામાં આવ્યું હતું. હવે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં આ સિસ્ટમ હટાવીને નવી સેવા લાવશે, જે સેટેલાઇટ આધારિત હશે. એટલે કે સેટેલાઈટમાંથી જ તમારા પૈસા કપાઈ જશે.
નીતિન ગડકરીનો દાવો છે કે, આ સેવા ફાસ્ટેગ કરતાં પણ ઝડપી હશે. જો કે, તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. હવે સવાલ એ થાય છે કે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શું છે.
આ પણ વાંચો: હવે પાટીદાર સમાજ ભાજપથી નારાજ, પાટણમાં BJP ઉમેદવારને હરાવવા પ્રતિજ્ઞા લીધી, Video વાઈરલ
સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શું છે?
આ પગલા દ્વારા, સરકાર તમામ ફિઝિકલ ટોલને દૂર કરવા માંગે છે, જેથી કરીને લોકોને એક્સપ્રેસવે પર કોઈપણ સ્ટોપ વિના એક સરસ અનુભવ મળે. આ માટે, સરકાર GNSS આધારિત ટોલિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે, જે હાલની ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમનું સ્થાન લેશે.
ADVERTISEMENT
GNSS આધારિત ટોલિંગ સિસ્ટમ વર્ચ્યુઅલ હશે
વર્તમાન સિસ્ટમ RFID ટેગ્સ પર કામ કરે છે, જે આપમેળે ટોલ વસૂલ કરે છે. બીજી તરફ, GNSS આધારિત ટોલિંગ સિસ્ટમમાં વર્ચ્યુઅલ ટોલ હશે. તેનો અર્થ એ કે ટોલ હાજર હશે, પરંતુ તમે તેને જોઈ શકશો નહીં. આ માટે, વર્ચ્યુઅલ ગેન્ટ્રીજ સ્થાપિત કરવામાં આવશે, જે GNSS સક્ષમ વાહનો સાથે જોડાયેલ હશે અને ટોલ ટેક્સ કાપવામાં આવશે.
આ પણ વાંચો: VIDEO: સ્ટેજ પર અચાનક કેમ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા Diljit Dosanjh?, પરિણીતિ ચોપરાએ કરાવ્યા શાંત
જેવી કાર આ વર્ચ્યુઅલ ટોલમાંથી પસાર થશે કે તરત જ યુઝરના ખાતામાંથી પૈસા કપાઈ જશે. ભારત પાસે તેની પોતાની નેવિગેશન સિસ્ટમ્સ છે- ગગન અને નેવિક. તેમની મદદથી વાહનોને ટ્રેક કરવાનું સરળ બનશે. આ ઉપરાંત યુઝરનો ડેટા પણ સુરક્ષિત રહેશે. જો કે, આ પછી પણ કેટલાક પડકારો હશે. આ સેવા જર્મની, રશિયા અને અન્ય ઘણા દેશોમાં પહેલેથી જ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
શું ફાયદો થશે અને શું નુકસાન થઈ શકે છે?
સૌ પ્રથમ, જો આપણે ફાયદા વિશે વાત કરીએ, તો આ સિસ્ટમની આવવાથી તમારી મુસાફરી સરળ બની જશે. આનો અર્થ એ કે તમારે ટોલ માટે રોકાવું પડશે નહીં. ભલે FASTagએ ટોલ પર લાગતો સમય ઘટાડી દીધો હોય, પણ હજુ સમય લાગે છે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં પણ ઘટાડો થશે. વપરાશકર્તાઓનો અનુભવ વધુ સારો રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Parshottam Rupala Statement : પરસોત્તમ રુપાલાની માફી છતાં ક્ષત્રિયો લાલઘુમ, ગુજરાતના રાજવી પરિવારે બદનક્ષીનો દાવો કર્યો
જોખમો અથવા પડકારો વિશે વાત કરીએ તો, આ સિસ્ટમની રજૂઆત પછી ગોપનીયતા એક મોટો મુદ્દો હશે. ઘણા વપરાશકર્તાઓ આ મુદ્દો ઉઠાવી શકે છે. આ સેટેલાઇટ આધારિત સેવા હોવાથી કેટલાક ક્ષેત્રોમાં પડકારોનો સામનો કરવો પડશે. આ અંગે લોકોને જાગૃત કરવા પણ એક મોટો મુદ્દો બની રહેશે.
ADVERTISEMENT