VIDEO: સ્ટેજ પર અચાનક કેમ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા Diljit Dosanjh?, પરિણીતિ ચોપરાએ કરાવ્યા શાંત

ADVERTISEMENT

Diljit Dosanjh
અચાનક ચોધાર આંસુએ રડી પડ્યા દિલજીત દોસાંઝ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

'અમર સિંહ ચમકીલા'ના ટ્રેલરની લૉન્ચિંગ ઈવેન્ટનું આયોજન

point

ઈવેન્ટ દરમિયાન દિલજીત દોસાંઝ ઈમોશનલ થઈ ગયા

point

સ્ટેજ પર હાજર દિલજીત દોસાંઝ રડવા લાગ્યા

Diljit Dosanjh: દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'ના ટ્રેલરની લૉન્ચિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ દરમિયાન દિલજીત દોસાંઝ ઈમોશનલ થઈ ગયા હતા. જ્યારે તેઓ ભાવુક થયા, ત્યારે પરિણીતિ ચોપરાએ તેમને શાંત કરાવ્યા હતા. 

ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટનું કરાયું હતું આયોજન

'અમર સિંહ ચમકીલા' ફિલ્મમાં દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા બંને જ રિયલ લાઈફ પાત્રો ભજવતા જોવા મળશે. ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ ઈવેન્ટમાં સ્ટારકાસ્ટ સિવાય ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી, મ્યૂઝિક કંપોઝર એઆર રહેમાન અને કૈલાશ ખૈર પણ જોવા મળ્યા હતા. ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીએ ત્યાં બેઠેલા દર્શકોને ફિલ્મ વિશે જણાવ્યું હતું. તેઓ જણાવી રહ્યા હતા કે શા માટે અમર સિંહ ચમકીલાના જીવનને તેમને આ ફિલ્મ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા.  

સ્ટેજ પર રડવા લાગ્યા દિલજીત દોસાંઝ

અમર સિંહ ચમકીલા વિશે વાત કરતા જ સ્ટેજ પર હાજર દિલજીત દોસાંઝ રડવા લાગ્યા. તેમની આંખોમાંથી આસું છલકાવા લાગ્યા. દિલજીત દોસાંઝને આ રીતે રડતા જોઈને પરિણીતી ચોપરાએ તેમને શાંત કરાવ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

ADVERTISEMENT

'અમર સિંહ ચમકીલા'ની અસલ કહાની પર આધારિત છે ફિલ્મ

પ્રખ્યાત લોક ગાયક અમરસિંહ ચમકીલા તેમના અલગ પ્રકારના ગીતોથી લોકપ્રિય બન્યા હતા. ગીતોના લિરિક્સના કારણે તેઓ ઘણીવાર વિવાદોમાં પણ સપડાયા હતા. તેમના દ્વારા લખાયેલા ગીતો ઘણા પ્રખ્યાત સિંગર્સ પણ ગાઈ ચૂક્યા છે. 

8 માર્ચ, 1988ના રોજ અમર સિંહ ચમકીલા અને તેમના પત્ની અમરજોતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની સાથે તેમના બેન્ડના બે અન્ય સાથી પણ માર્યા ગયા હતા. આજદિન સુધી તેમની હત્યાનું કારણ બહાર આવ્યું નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT