Dawood Ibrahim: દેશ સાથે દગો, પાકિસ્તાનને પ્રેમ… દુનિયાભરમાં દાઉદ ઈબ્રાહિમનો કાળો કારોબાર, જાણો કુલ કેટલી છે સંપત્તિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Dawood Ibrahim Poisoned in Pakistan: 1993- મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ અને 26/11 આતંકવાદી હુમલાને અંજામ આપનાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (67 વર્ષ) ફરી એકવાર ચર્ચામાં છે. કરાચીમાં દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચાર આવ્યા છે, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અહીં તેની હાલત ગંભીર છે. જોકે આ સમાચારની હજુ પુષ્ટિ થઈ નથી. દાઉદ છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાનમાં છુપાઈને બેઠો છે અને તે અહીંથી જ દુનિયાભરમાં પોતાનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો છે.

હજારો કરોડોની બનાવી છે સંપત્તિ

દાઉદનો ગેરકાયદેસર ધંધો વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલો છે, જેનાથી તેણે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, દાઉદની પત્ની મેહજબીન અને ભાઈ અનીસ મળીને બિઝનેસ ચલાવે છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, 1980 અને 1990ના દાયકાની શરૂઆતમાં દાઉદ ઈબ્રાહિમે વેશ્યાવૃત્તિ, જુગાર અને ડ્રગ્સના ગોરખધંધા દ્વારા અબજો રૂપિયાનો કાળો કારોબાર કર્યો હતો. હવે દાઉદ ઈબ્રાહિમને વૈશ્વિક આતંકવાદી સંગઠનથી લઈને ડી કંપનીનો પ્રમુખ માનવામાં આવે છે.

ADVERTISEMENT

દાઉદ ઈબ્રાહિમની પાસે કેટલી સંપત્તિ?

ફોર્બ્સ અનુસાર, દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) અત્યાર સુધીના સૌથી ધનિક ગેંગસ્ટરોમાંથી એક છે. 2015માં ફોર્બ્સે દાઉદ ઈબ્રાહિમની કુલ સંપત્તિ (Dawood Ibrahim Net Worth) 6.7 બિલિયન યુએસ ડોલર (લગભગ રૂ. 55 હજાર કરોડ) હોવાનો અંદાજ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની શહેરમાં દાઉદના 3 આલીશાન મકાનો પણ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ કરાચીના ડી-13, બ્લોક-4, ક્લિફ્ટનમાં 6,000 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલા આલીશાન બંગલામાં રહે છે. અહીં કરાચીનો નો-ટ્રેસ્પેસ ઝોન છે અને ત્યાં પાકિસ્તાની રેન્જર્સનો લોખંડી બંદોબસ્ત હોય છે.

ADVERTISEMENT

ઘણા શહેરોમાં છે સંપત્તિ?

રિપોર્ટ્સ અનુસાર, દેશના ઘણા શહેરોમાં દાઉદની કરોડોની સંપત્તિ છે. દાઉદના નામે એક હોટલ જાયકા પણ છે, જે હવે જપ્ત કરવામાં આવી છે. દાઉદની ઘણી મિલકતો જપ્ત કરવામાં આવી છે, જેમાં મુંબઈ અને અન્ય શહેરોની મિલકતોનો સમાવેશ થાય છે. દાઉદની દુબઈમાં પણ ઘણી મિલકતો છે. દાઉદ પાસે મુંબઈમાં હ્યુન્ડાઈ એક્સેન્ટ સેડાન કાર પણ હતી, જે સરકારે જપ્ત કરી છે.

ADVERTISEMENT

IPL મેચ ફિક્સિંગમાંથી પણ કરી હતી કમાણી

દાઉદ ઈબ્રાહિમને ક્રિકેટ જોવાનો ખૂબ જ શોખ હતો. મેચ જોવાની સાથે તે સટ્ટાબાજી પણ કરતો હતો, બાદમાં તેણે મેચ ફિક્સ કરવાનું શરૂ કરી દીધું હતું. આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં તેનું નામ સામે આવ્યું હતું. આ સિવાય દાઉદ 2જી સ્પેક્ટ્રમ સહિત અનેક કૌભાંડોમાં સંડોવાયેલો છે. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ, 26/11ના આતંકવાદી હુમલાને અંજામ આપવા ઉપરાંત દાઉદ ઈબ્રાહિમના ઓસામા બિન લાદેન અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદાના અયમાન અલ-ઝવાહિરી સાથે પણ ગાઢ સંબંધો હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની IS અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિએ દાઉદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT