Rahul Gandhi Marriage: રાહુલ ગાંધીના લગ્નને લઈને મોટી અપડેટ, બહેન પ્રિયંકાએ આપી ખુશખબરી

ADVERTISEMENT

Rahul Gandhi Marriage News
રાહુલ ગાંધી કરશે લગ્ન!
social share
google news

Rahul Gandhi Marriage News:  રાહુલ ગાંધી (Rahul Gandhi) લગ્ન ક્યારે કરશે? કોંગ્રેસ પાર્ટીથી લઈને દેશના રાજકીય વર્તુળો અને સામાન્ય લોકો આ સવાલ પૂછી રહ્યા છે. હાલમાં જ રાયબરેલીમાં એક રેલી દરમિયાન જ્યારે સ્થાનિકોએ રાહુલ ગાંધીને તેમના લગ્ન વિશે સવાલ પૂછ્યો ત્યારે તેમણે હસીને કહ્યું હતું કે લાગે છે કે હવે જલ્દી જ લગ્ન કરવા પડશે.  

પ્રિયંકા ગાંધીએ આપ્યું નિવેદન

ત્યારે હવે તેમના બહેન પ્રિયંકા ગાંધી (priyanka gandhi) એ પણ રાહુલ ગાંધીના લગ્નને લઈને નિવેદન આપ્યું છે.  ન્યૂઝલોન્ડ્રીને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે પ્રિયંકા ગાંધીને રાહુલ ગાંધીના પીએમ બનવાને લઈને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, તે ઈન્ડિયા ગઠબંધનને નક્કી કરવાનું છે. આ પછી તેમણે કહ્યું કે, 'હું મારા ભાઈને ખુશ જોવા માંગુ છું.' પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'હું રાહુલને ખુશ જોવા માંગુ છું. હું ઈચ્છું છું કે તે જલ્દી લગ્ન કરે અને તેના ઘરે જલદી બાળકનો જન્મ થાય.'

લગ્ન અંગે રાહુલ ગાંધીનું વલણ


ગયા સોમવારે રાહુલ ગાંધી રાયબરેલીથી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. આ મંચ પર તેમની સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ હતા. પ્રિયંકા ગાંધી જ્યારે રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યા લોકોએ એક જ પ્રશ્ન વારંવાર પૂછ્યું હતો કે રાહુલ ગાંધી લગ્ન ક્યારે કરશે? આ સવાલનો જવાબ આપવા માટે પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીને આગળ કર્યો હતા. આ પછી જ્યારે રાહુલ ગાંધીએ લોકોને જોર જોરથી અવાજ કરતા સાંભળ્યા તો તેમણે આસપાસ ઉભેલા લોકોને પૂછ્યું કે આ લોકો શું પૂછી રહ્યા છે. ત્યારે તેમને જણવા મળ્યું કે સ્થાનિકો તેમના લગ્નને લઈને પૂછી રહ્યા છે, જે બાદ રાહુલ ગાંધીએ હસતાં હસતાં કહ્યું, 'હવે જલ્દી જ કરવા પડશે.'

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT