‘…નહીં તો મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દઈશું’, ઈમકીભર્યા ઈમેલ બાદ પોલીસ-સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. પોલીસે FIR નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ધમકી એક ઈમેલ દ્વારા આપવામાં આવી છે. ઈમેલ મોકલનારે 48 કલાકમાં 10 લાખ ડોલર માંગ્યા છે, તે પણ બિટકોઈનમાં. ઈમેલમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, જો બિટકોઈનમાં રકમ નહીં આપવામાં આવે તો ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવું.

અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાઈ

મુંબઈની સહાર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કલમ 385 અને 505(1)(b) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, ઈમેલના આધારે FIR નોંધવામાં આવી છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “quaidacasrol@gmail.com” નામના આઈડી પરથી ધમકીભર્યો ઈમેલ આવ્યો છે.

MIALના ફીડબેક ઈનબોક્સમાં આવ્યો ઈમેલ

પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીએ ગુરુવારે સવારે 11 વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ના ફીડબેક ઈનબોક્સમાં આ ઈમેલ મોકલ્યો છે.

ADVERTISEMENT

‘નહીં તો ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવી દઈશું’

ધમકીભર્યા ઈમેલમાં આરોપીએ લખ્યું છે કે, તમારા એરપોર્ટ માટે આ છેલ્લી ચેતવણી છે. જો 48 કલાકની અંદર 10 લાખ ડોલર આપવામાં નહીં આવે, તો અમે એરપોર્ટના ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવી દઈશું. આરોપીએ 10 લાખ ડોલર બિટકોઈનમાં માગ્યા છે. આ અંગેની જાણ થતાં પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે આઈપી એડ્રેસનો ઉપયોગ કરીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. પોલીસ હવે ઈમેલ મોકલનારને ઝડપી પાડવામાં લાગી ગઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT