Lok Sabha Elections: મોદીની હેટ્રિક રોકી શકશે INDIA ગઠબંધન? UP માં તૂટશે તમામ રેકોર્ડ, જાણો કોને કેટલી સીટો મળશે
લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં આવ્યો સર્વે સર્વેમાં ભાજપને મળી રહી છે સૌથી વધુ સીટો ઉત્તર પ્રદેશમાં ભાજપ તોડી નાખશે તમામ રેકોર્ડ Lok Sabha Elections 2024…
ADVERTISEMENT
- લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં આવ્યો સર્વે
- સર્વેમાં ભાજપને મળી રહી છે સૌથી વધુ સીટો
- ઉત્તર પ્રદેશમાં ભાજપ તોડી નાખશે તમામ રેકોર્ડ
Lok Sabha Elections 2024 Survey: દેશમાં એપ્રિલ અને મે મહિનાની વચ્ચે લોકસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આ વખતે હેટ્રિક લગાવવાનો પ્રયાસ કરી રહેલી મોદી સરકાર માટે સર્વેમાં એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, પીએમ મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના National Democratic Alliance (NDA) આગામી લોકસભાની ચૂંટણી 2024માં બમ્પર સીટો જીતશે. હવે સર્વે પણ આવું જ કહી રહ્યો છે.
સર્વેમાં NDAની શાનદાર જીતની ભવિષ્યવાણી
તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં NDA (National Democratic Alliance)ના શાનદાર વિજયની ભવિષ્યવાણી કરવામાં આવી છે. સર્વે અનુસાર, ભાજપના નેતૃત્વમાં NDA જોરદાર જીતની તરફ આગળ વધી રહ્યું છે. આમાં ‘મોદી 3.0’ને લોકસભામાં 366 સીટો મળવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે.
INDIA ગઠબંધનને કેટલી સીટો મળશે?
સર્વેમાં INDIA ગઠબંધન (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ) કરતાં NDA ઘણું આગળ છે. સર્વેમાં વિપક્ષી ગઠબંધનને 104 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સર્વે દર્શાવે છે કે અન્ય પક્ષોને લોકસભામાં 73 સીટો મળશે. આ તે પક્ષો છે જે એનડીએ અને INDIA બંને ગઠબંધનનો ભાગ નથી.
ભાજપ માટે સારા સમાચાર
વોટ ટકાવારી મામલે પણ ભાજપ માટે સારા સમાચાર છે. સર્વે દર્શાવે છે કે NDAને 41.8 ટકા વોટ મળવાની આશા છે. જ્યારે વિપક્ષી ગઠબંધનને 28.6 ટકા મત મળવાનું અનુમાન છે. જ્યારે અન્ય પાર્ટીઓને આનાથી પણ વધારે લગભગ 29.6 ટકા મત મળવાનું અનુમાન છે. 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીની આગેવાની હેઠળના NDAને 37.36 ટકા વોટ મળ્યા હતા અને કોંગ્રેસના નેતૃત્વવાળા UPAને 19.49 ટકા વોટ મળ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં તૂટશે રેકોર્ડ
સર્વે દર્શાવે છે કે આ વખતે ભાજપ ઉત્તર પ્રદેશમાં તમામ રેકોર્ડ તોડી નાખશે. ભાજપની ચૂંટણી જીતને બમ્પર બનાવવામાં ઉત્તર પ્રદેશ મહત્ત્વનું રાજ્ય સાબિત થઈ શકે છે. સર્વેમાં ભાજપને ઉત્તર પ્રદેશની કુલ 80 સીટોમાંથી 77 સીટો મળતી જોવા મળી રહી છે. મોદી સરકાર વિરુદ્ધ મજબૂત ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહેલ INDIA બ્લોક યુપીમાં ધરાશાયી થશે. સર્વે અનુસાર, ભાજપ 2019માં જીતેલી તેની સીટોને વટાવી દેશે અને રાજ્ય અને સમગ્ર દેશમાં તેની સ્થિતિ વધુ મજબૂત કરશે. 2019માં ભાજપને 62 સીટો મળી હતી. જ્યારે 2014માં તેણે રેકોર્ડ 71 સીટો જીતી હતી.
બંગાળમાં દીદી ખુશ થશે
સર્વેમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીની જંગી જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે.એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે મમતા બેનર્જી બંગાળની કુલ 42 સીટોમાંથી 26 સીટો જીતી શકે છે. સર્વેના આ અનુમાનથી ઈન્ડિયા ગઠબંધનને ઝટકો લાગી શકે છે. કારણ કે મમતા બેનર્જીએ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT