India Today Conclave: ઇલેક્ટોરલ બોન્ડ ભ્રષ્ટાચારને કાયદેસર કરવાની પ્રક્રિયા, 3 ઓપ્શનથી આપશે પારદર્શિતા

ADVERTISEMENT

Electoral Bond is India's Biggest Scam
ઇલેક્ટોરલ બોન્ડ દેશનું સૌથી મોટુ કૌભાંડ
social share
google news
  • શાસક પક્ષે પોતાના ફાયદા માટે આખી સ્કીમ ઉપજાવી કાઢી
  • ઇલેક્ટોરલ બોન્ડના કારણે દેશની સ્વતંત્ર લોકશાહીને મોટુ નુકસાન
  • પી.ચિદમ્બરમે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

India Today Conclave 2024 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પણ ઇન્ડિયા ટુડે કોન્ક્લેવના બે દિવસીય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ચિદમ્બરમે આગામી લોકસભા ચૂંટણી, ઈલેક્ટોરલ બોન્ડ અને મોદી સરકાર વિશે ખુલીને ચર્ચા કરી હતી.

ચૂંટણી ફંડ માટે અન્ય ઘણા પારદર્શિ રસ્તાઓ છે

જ્યારે ચિદમ્બરમને પૂછવામાં આવ્યું કે, તમારા મતે, ઈલેક્ટોરલ બોન્ડની જગ્યાએ કઈ સિસ્ટમને મંજૂરી આપવી જોઈએ? તેના પર ચિદમ્બરમે કહ્યું કે બે-ત્રણ રસ્તા છે. પ્રથમ, ચૂંટણી પંચે મહત્તમ ખુલ્લા પ્રચારની મંજૂરી આપવી જોઈએ. પરંતુ કમિશને તેના પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. ગયા વર્ષે અમે તમિલનાડુની ચૂંટણીમાં એક પણ રોડ શો કરી શક્યા ન હતા. હવે ચૂંટણીઓ સોશિયલ મીડિયા પર વધુ લડાઈ રહી છે, જમીન પર ઓછી.

ઉમેદવારોને ચૂંટણીમાં વધારે નાણા ખર્ચવા દેવા જોઇએ

ચિદમ્બરમે કહ્યું કે, બીજો ઉપાય એ છે કે ઉમેદવારોને ચૂંટણીમાં મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવા દેવા. જ્યારે મેં 1984માં ચૂંટણી લડી ત્યારે એક દિવસ માટે કાર ભાડે આપવાનું ભાડું 400 થી 500 રૂપિયા હતું. આજકાલ એક દિવસ માટે 4000 થી 5000 રૂપિયામાં કાર ભાડે મળે છે. ચૂંટણી ઓછા પૈસાથી નથી લડાતી. ત્રીજી પદ્ધતિ રાજ્ય ભંડોળ છે, આનાથી તમામ રાજકીય પક્ષોને આપવામાં આવતા દાનમાં પારદર્શિતા આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કોંગ્રેસ નિષ્ફળ નહી ભાજપ વધારે સફળ

કોંગ્રેસના પતન પર ચિદમ્બરમે કહ્યું કે, ભાજપ વધુને વધુ મતદારોને આકર્ષવામાં સફળ રહી છે અને તેથી જ તેની જીત થઈ છે. પરંતુ કોંગ્રેસ પુનરાગમન કરી શકશે કે કેમ તે પ્રશ્ન છે તો મને લાગે છે કે અમને કર્ણાટક, તેલંગાણા અને હરિયાણામાં ગત વખત કરતાં વધુ સીટો મળશે. પરંતુ હું ઉત્તર ભારતના હિન્દીભાષી રાજ્યો વિશે કોઈ અનુમાન લગાવી શકતો નથી.

હિંદી બેલ્ટમાં હિન્દુત્વના નામે મતદાન

દેશમાં હિંદુત્વની લહેર અંગેના સવાલ પર ચિદમ્બરમે કહ્યું કે, જો ઉત્તર ભારતના હિન્દીભાષી વિસ્તારોમાં હિંદુત્વની લહેર હશે તો ત્યાંના લોકો તે પ્રમાણે મતદાન કરશે. પરંતુ તેનાથી લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને તેઓ સંઘર્ષ કરતા રહેશે. તેમણે કહ્યું કે આ વોટ કોઈ ખાસ પાર્ટીને નહીં જાય પરંતુ આ વોટ હિંદુત્વના નામે નાખવામાં આવશે.

ADVERTISEMENT

NDA ગઠબંધનમાં ભત્રીજાવાદથી ભરપૂર

પરિવારવાદ પરના તાજેતરના વિવાદ પર ચિદમ્બરમે કહ્યું કે, ઓછામાં ઓછા તે પક્ષો જે તેમના જોડાણમાં પરિવારવાદ ધરાવે છે તેઓએ પરિવારવાદ વિશે વાત કરવી જોઈએ નહીં. અકાલી દળથી લઈને જેજેપી, આઈએનએલડી, આરએલડી અને ટીડીપી સુધી દરેક વંશવાદ સાથે જોડાયેલા છે. જો તમે તેની વિરુદ્ધ છો તો તમે તેમની સાથે ગઠબંધનમાં કેવી રીતે જોડાયેલા છો.

ADVERTISEMENT

મોદીના ત્રીજા કાર્યકાળમાં બંધારણમાં ફેરફાર થશે

ચિદમ્બરમે કહ્યું કે, મને ડર છે કે જો ભાજપ બે તૃતિયાંશ બહુમતી સાથે લોકસભા ચૂંટણી જીતશે તો બંધારણમાં ઘણા સુધારા થશે. પછી તમારે, મારે અને આપણે બધાએ પસ્તાવો કરવો પડશે.

આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતની સંભાવનાઓ સાથે જોડાયેલા પ્રશ્ન પર પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે, ભાજપના તમામ દાવાઓ છતાં પણ એવી ઘણી જગ્યાઓ છે. જ્યાં કોંગ્રેસ જીતશે. હું કહી શકતો નથી કે અમે સરકાર બનાવીશું કે નહીં. પરંતુ ઘણા રાજ્યોમાં ચોક્કસપણે જીતશે.

    follow whatsapp

    ADVERTISEMENT