USમાં ભારતીય વિદ્યાર્થિનીને કારથી કચડી નાખનાર પોલીસકર્મીને નિર્દોષ છોડી મૂકાયો, ભારતે નોંધાવ્યો વિરોધ
Jhanvi Kandula Death Case: હૈદરાબાદ સ્થિત ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાની હત્યા કરનાર અમેરિકન પોલીસ અધિકારીને કિંગ કાઉન્ટી પ્રોસીક્યુટીંગ એટર્ની દ્વારા નિર્દોષ જાહેર કરવા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
26 વર્ષની જાહ્નવી કુંડલામાં અમેરિકાના સિએટલમાં પોલીસ કારની ટક્કરે મોત થયું હતું.
કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પુરાવાના અભાવે પોલીસકર્મીને નિર્દોષ છોડ્યો.
ભારતીય દૂતાવાસે આ મામલે કડક પ્રતિક્રિયા આપતા વિરોધ નોંધાવ્યો.
Jhanvi Kandula Death Case: હૈદરાબાદ સ્થિત ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાની હત્યા કરનાર અમેરિકન પોલીસ અધિકારીને કિંગ કાઉન્ટી પ્રોસીક્યુટીંગ એટર્ની દ્વારા નિર્દોષ જાહેર કરવા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે.
સિએટલમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, જાહ્નવી કંડુલાના કમનસીબ મૃત્યુ અંગે કિંગ કાઉન્ટી પ્રોસિક્યુશન એટર્ની દ્વારા જારી કરાયેલા રિપોર્ટને લઈને અમે જાહ્નવીના પરિવાર સાથે સતત સંપર્કમાં છીએ. જાહ્નવી અને તેના પરિવારને ન્યાય મળે તે માટે અમે તમામ શક્ય મદદ કરવા તૈયાર છીએ.
આ પણ વાંચો: Vadodara: બે સંતોનોની માતાએ 24 વર્ષના પ્રેમી સાથે લગ્નની જીદ પકડી, દીકરીએ અભયમની મદદ માગી
ગત વર્ષે પોલીસ કર્મીની કારથી જાહ્નવીનું મોત થયું હતું
જાહ્નવી કંડુલાનું ગયા વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના સિએટલમાં એક માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. જાહ્નવીને ટક્કર મારનાર વાહન સિએટલ પોલીસનું હતું, જેને પોલીસ અધિકારી ચલાવી રહ્યા હતા. કિંગ કાઉન્ટી પ્રોસીક્યુટીંગ એટર્ની લિસા મેનિયોને બુધવારે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, પૂરતા પુરાવાના અભાવને કારણે પોલીસ અધિકારી કેવિન ડેવ સામે કોઈ ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે નહીં.
ADVERTISEMENT
કિંગ કાઉન્ટી પ્રોસીક્યુટીંગ એટર્નીના આ નિર્ણય બાદ જાહ્નવી કંડુલાના પરિવારજનોએ એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા કહ્યું કે અમેરિકન પોલીસ અધિકારીએ પહેલા મોતની મજાક ઉડાવી. હવે તે અધિકારીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અહીં અમારા માટે ન્યાયની કોઈ વ્યવસ્થા નથી. આ ખૂબ જ ખતરનાક છે.
ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી
સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નિવેદન બહાર પાડ્યું છે કે એમ્બેસી પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે તૈયાર છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Kheda: દારૂ પાર્ટીમાં પોલીસકર્મીઓની મારામારી, લાત-મુક્કાથી એકબીજા પર હુમલો કર્યો
અમે આ બાબતના યોગ્ય નિરાકરણ માટે સિએટલ પોલીસ તેમજ સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ આ બાબતને ભારપૂર્વક ઉઠાવી છે. કેસ હવે સમીક્ષા માટે સિએટલ સિટી એટર્નીની ઓફિસમાં મોકલવામાં આવ્યો છે. અમે સિએટલ પોલીસ તેની વહીવટી તપાસ પૂર્ણ કરે તેની રાહ જોઈ રહ્યા છીએ. અમે આ કેસની પ્રગતિ પર નજર રાખવાનું ચાલુ રાખીશું."
ADVERTISEMENT
માતાએ લોન લઈને દીકરીને US ભણવા મોકલી હતી
આંધ્ર પ્રદેશની રહેવાસી જાહ્નવી કંડુલા સાઉથ લેક યુનિયનમાં નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી કેમ્પસમાંથી ઈન્ફોર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી હતી. સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ તે 2021માં બેંગલુરુથી અમેરિકા આવી હતી. સિએટલ ટાઈમ્સના અહેવાલ મુજબ જાહ્નવીની માતા સિંગલ મધર છે. તે પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવે છે. તેણે પોતાની દીકરીને અમેરિકામાં ભણાવવા માટે લોન લીધી હતી.
આ પણ વાંચો: Surat News: ઘરે કોઈ નથી આવો ને..., પછી સુરતના યુવક સાથે જે થયું તે જાણી હચમચી જશો
પોલીસે મોતની મજાક ઉડાવી હતી
જાહ્નવીના મૃત્યુ બાદ સિએટલના પોલીસ અધિકારીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે જાહ્નવીના મોતની મજાક ઉડાવતો જોવા મળે છે. આ વીડિયો સિએટલ પોલીસ અધિકારીઓ દ્વારા પહેરવામાં આવેલા બોડીકેમમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જાહ્નવીના માર્ગ અકસ્માતના બીજા જ દિવસે એટલે કે 24 સપ્ટેમ્બરે સિએટલ પોલીસ વિભાગના ડિટેક્ટીવ ડેનિયલ ઓર્ડરર તેના એક સાથી સાથે ફોન પર વાત કરતા સાંભળવામાં આવે છે.
જ્યારે ડિટેક્ટીવ ઓર્ડરરનો સાથીદાર તેને ફોનમાં કહે છે કે રોડ અકસ્માતમાં ઘાયલ છોકરીનું મૃત્યુ થયું છે, ત્યારે ડિટેક્ટીવ ઓર્ડરર જાહ્નવીના મૃત્યુ પર હસીને કહે છે, બસ એક ચેક લખીને આપી દો. 11 હજાર ડોલરનો ચેક. આમ પણ તે 26 વર્ષની હતી અને તેની લિમિટેડ વેલ્યૂ હતી.
ADVERTISEMENT