Kheda: દારૂ પાર્ટીમાં પોલીસકર્મીઓની મારામારી, લાત-મુક્કાથી એકબીજા પર હુમલો કર્યો

ADVERTISEMENT

Kheda News: ખેડા જિલ્લામાં 3 પોલીસકર્મીઓની દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં દારૂ પાર્ટી દરમિયાન પોલીસકર્મીઓ એકબીજા સાથે કોઈ બાબતે વિવાદ થતા મારામારી કરતા દેખાય છે.

social share
google news

Kheda News: કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે રાજ્યમાં હવે પોલીસકર્મીઓના જ દારૂ પાર્ટીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદમાં દારૂ પીને કારમાં આરામ કરતા પોલીસકર્મીની ઘટના સામે આવી હતી. ત્યારે હવે ખેડા જિલ્લામાં 3 પોલીસકર્મીઓની દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં દારૂ પાર્ટી દરમિયાન પોલીસકર્મીઓ એકબીજા સાથે કોઈ બાબતે વિવાદ થતા મારામારી કરતા દેખાય છે.

દારૂની મહેફિલમાં પોલીસકર્મીઓની મારામારી

ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરોની વચ્ચે દારૂની મહેફિલ દરમિયાન કોઈ બાબતને લઈને બબાલ થતા મારામારી કરી રહ્યા છે. વીડિઓમાં લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી.ચૌહાણ તથા યશવંત આર.ચૌહાણ તેમજ પવિત્રધામ વડતાલ પોલીસ મથકના અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ચાર્જ ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર દેખાઈ રહ્યા છે. વીડિયો વાઈરલ થયા બાદ ત્રણેય પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

SPએ આપ્યા તપાસના આદેશ

વીડિયો સામે આવ્યા બાદ ખેડા SPએ ત્રણેય પોલીસકર્મીઓના ટ્રાન્સફરના આદેશ આપી દીધા છે. સાથે જ DySPને આ અંગે તપાસ સોંપી છે. વીડિયો થોડા દિવસ અગાઉનો હોવાનું કહેવાય છે, જોકે તે સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT