Vadodara: બે સંતોનોની માતાએ 24 વર્ષના પ્રેમી સાથે લગ્નની જીદ પકડી, દીકરીએ અભયમની મદદ માગી

ADVERTISEMENT

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

વાઘોડિયામાં બે સંતોનાની માતા ગામના જ યુવકના પ્રેમમાં પડી હતી.

point

મહિલાએ 24 વર્ષના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પકડી.

point

માતાને રોકવા માટે દીકરીએ અભયમની મદદ માંગી.

Vadodara News: વડોદરાના વાઘોડિયામાં પ્રેમ સંબંધનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેમાં બે સંતાનોની માતા એવી આધેડ વયની મહિલા ગામના જ યુવકના પ્રેમમાં પડી અને તેની સાથે જ લગ્ન કરવાની જીદ પકડી લીધી. સંતાનોના સમજાવવા છતા મહિલા ટસની મસ ન થતા આખરે મહિલાની દીકરીએ 181 અભયમ હેલ્પ લાઈનને ફોન કરીને મદદ માંગી હતી. જે બાદ અભયમની ટીમે મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.  

આ પણ વાંચો: Surat News: ઘરે કોઈ નથી આવો ને..., પછી સુરતના યુવક સાથે જે થયું તે જાણી હચમચી જશો

ગામના યુવકના પ્રેમમાં પડી આધેડ મહિલા

વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલા એક ગામમાં આધેડ વયની મહિલા પરિવાર સાથે રહેતી હતી. તેને સંતાનમાં એક છોકરી અને એક છોકરો હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી તે ગામના જ 24 વર્ષના એક યુવકના પ્રેમમાં પડી ગઈ હતી. પોતે પરિણીત હોવા છતા તે આ યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડીને બેઠી હતી. મહિલાના પ્રેમ સંબંધની જાણ થતા પરિજનો અને સંબંધીઓએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. 

આ પણ વાંચો: Kheda: દારૂ પાર્ટીમાં પોલીસકર્મીઓની મારામારી, લાત-મુક્કાથી એકબીજા પર હુમલો કર્યો

અભયમની ટીમે કર્યું કાઉન્સેલિંગ

આખરે મહિલાની દીકરીએ 181 અભયમ હેલ્પ લાઈનમાં ફોન કરીને મમ્મીના બીજા લગ્ન રોકવા માટે મદદ માંગી હતી. આ બાદ અભયમની ટીમે પોલીસની સાથે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેને સમજાવી હતી કે આ પ્રકારના સંબંધો લાંબા ચાલતા નથી. તેનાથી બાળકોનો અભ્યાસ બગડશે અને સમાજમાં પણ તેમની બદનામી થશે. આખરે અભયમની ટીમની વાત માનીને મહિલાએ પોતાના પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું હતું અને બીજા લગ્નની જીદ છોડી દીધી હતી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT