Surat News: ઘરે કોઈ નથી આવો ને..., પછી સુરતના યુવક સાથે જે થયું તે જાણી હચમચી જશો
Surat Honeytrap Case: સોશિયલ મીડિયા પર કોઈપણ અજાણી યુવતી સાથે ચેટિંગ કરતા પહેલાં દસ વખત વિચાર કરજો કે તે તમને હનીટ્રેપનો શિકાર તો નથી બનાવી રહીને.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
રત્ન કલાકાર હનીટ્રેપમાં ફસાયો
ફેસબુક દ્વારા થઈ હતી મિત્રતા
7 લોકો સામે નોંધાવી ફરિયાદ
Surat Honeytrap Case: સોશિયલ મીડિયા પર કોઈપણ અજાણી યુવતી સાથે ચેટિંગ કરતા પહેલાં દસ વખત વિચાર કરજો કે તે તમને હનીટ્રેપનો શિકાર તો નથી બનાવી રહીને. તાજેતરમાં હનીટ્રેપના અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરતમાં એક રત્ન કલાકારને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. હાલ પોલીસે આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે 4 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ફેસબુકના માધ્યમથી થઈ હતી મિત્રતા
મળતી માહિતી અનુસાર, સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારની ફેસબુકના માધ્યમથી નંદની નામની મહિલા સાથે મિત્રતા થઈ હતી. જે બાદ નંદની રત્નકલાકારને અવાર નવરા મળવા માટે બોલાવતી હતી. જેથી ગત 21 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે તે નંદનીને મળવા ગયો હતો.
વધુ વાંચો....FB દ્વારા હનીટ્રેપમાં ફસાયેલો સત્યેન્દ્ર સિવાલ આ રીતે બન્યો ISI એજન્ટ… જાણો PAK ગુપ્તચર એજન્સીની મોડસ ઓપરન્ડી
રેપ કેસમાં ફસાવી દેવાની આપી ધમકી
જે બાદ તે નંદની સાથે વાત કરી રહ્યો હતો. આ દરમિયાન કેટલાક ત્યાં આવ્યા હતા અને રત્નકલાકરને બાઈક પર બેસાડી વરીયાવ રોડ પર લઈ ગયા હતા. જ્યાં નંદનીના પતિએ દુષ્કર્મનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા. આરોપીઓએ રત્નકલાકારનાં પિતાને જાણ કરવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો....Ishan Kishan અને Shreyas Iyerનું કરિયર ખતરામાં, BCCI ટૂંક સમયમાં લઈ શકે છે આ એક્શન
2 લાખ રૂપિયાની કરી માંગ
તે નંદનીએ પણ રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ રત્નકલાકારે 70 હજાર રૂપિયા આપવા તૈયાર થયો હતો. રત્નકલાકારે 50 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. તો 5 હજાર રોકડા આપી દીધા હતા.
પોલીસ સ્ટેશનમાં 7 લોકો સામે ફરિયાદ
છતાં અવારનવાર પૈસાની માંગ કરવામાં આવતા રત્નકલાકાર યુવક જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને 7 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તો અન્ય 4 લોકોની શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT