Ishan Kishan અને Shreyas Iyerનું કરિયર ખતરામાં, BCCI ટૂંક સમયમાં લઈ શકે છે આ એક્શન

ADVERTISEMENT

 Ishan Kishan And Shreyas Iyer
ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મળી શકે છે સજા!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની મુશ્કેલીઓ વધી

point

BCCI સાથેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ થઈ શકે છે રદ

point

ઈશાન અને શ્રેયસનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ થઈ શકે છે રદ

India vs England: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની વચ્ચે ભારતના સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ બંને ખેલાડીઓનો BCCI સાથેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ થઈ શકે છે. શુક્રવારે બંને ખેલાડીઓને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈશાન અને શ્રેયસનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ થઈ શકે છે. જો આવું થશે તો ખેલાડીઓનું ક્રિકેટ કરિયર ખતરામાં પડી શકે છે. ચાલો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો.

ખેલાડીઓએ BCCIની વાત ન માની

ભારતના સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન અને શ્રેયસ અય્યર પર આરોપ છે કે બંને ખેલાડીઓએ BCCIની ચેતવણીને વારંવાર અવગણના કરી છે.  બીસીસીઆઈના સચિવ જય શાહે તાજેતરમાં એક ચેતવણી જારી કરીને કહ્યું હતું કે ટીમ ઈન્ડિયામાં સિલેક્શનનો મુખ્ય આધાર ડોમેસ્ટિક ક્રિકેટ એટલે કે રણજી ટ્રોફી હશે, આઈપીએલ નહીં. તેથી જો ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે રમવા માંગે છે, તો તેઓએ રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવું પડશે. 

દ્રવિડે પણ આપી હતી ચેતવણી

બીસીસીઆઈ સચિવ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે જો ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે ભારતીય ટીમ માટે રમવું છે તો આ માટે તેમણે રણજી ટ્રોફી રમીને સાબિત કરવું પડશે કે તેઓ ફિટ છે. બંને ખેલાડીઓને વારંવાર ચેતવણી આપવા છતાં બંનેએ સાંભળ્યું નહીં.

ADVERTISEMENT

'અય્યરે બનાવ્યા બહાના'


ઈશાન કિશને સાઉથ આફ્રિકા ટૂરમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, જે બાદથી ખેલાડીને રણજી ટ્રોફી રમવા માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓ IPL રમવા માટે પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. ખેલાડીએ કોઈનું સાંભળ્યું નહીં. આ સિવાય શ્રેયસ અય્યરને પણ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યા હતા. આ પછી તેમણે રણજી ટ્રોફી રમવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ અય્યરે પણ બીસીસીઆઈના આદેશને માન આપ્યું ન હતું. ખેલાડીએ ઈજાને કારણે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની ફાઇલ તૈયાર કરાઈ

બાદમાં NCAએ એક રિપોર્ટ જાહેર કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે શ્રેયસ અય્યર એકદમ ફિટ છે. તેમને કંઈ થયું નથી, છતાં તેણે રણજી ટ્રોફીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને BCCI આ બંને ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરી શકે છે. ટીમ સિલેક્ટર અજીત અગરકરના નેતૃત્વમાં ખેલાડીઓ અને BCCI વચ્ચે વર્ષ 2023-24 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની ફાઇલ તૈયાર કરવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કોન્ટ્રાક્ટ ફાઇલમાં શ્રેયસ અય્યર અને ઇશાન કિશનના નામ સામેલ નથી. આ રિપોર્ટ કોઈપણ સમયે લોકો સમક્ષ રજૂ કરી શકાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT