Breaking News: અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, હવે ED ના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા

ADVERTISEMENT

Arvind Kejriwal
અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી
social share
google news

Arvind Kejriwal Arrest: કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે 1 એપ્રિલ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રિમાન્ડ પર રહેવું પડશે. રાઉઝ એવન્યુ કોર્ટે ફરી એકવાર તેના રિમાન્ડ લંબાવ્યા છે. EDએ કેજરીવાલની કસ્ટડી સાત દિવસ માટે વધારવાની માંગ કરી હતી.

ASG નું નિવેદન 

ASG એસવી રાજુએ કહ્યું હતું કે, કેજરીવાલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેઓ પ્રશ્નોના સીધા જવાબો આપી રહ્યા નથી. EDએ અરવિંદ કેજરીવાલની 7 દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. ASGએ કહ્યું, 'મળેલા ડિજિટલ ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોને ગોવાથી બોલાવવામાં આવ્યા છે અને તેમને રૂબરૂ બેસીને તેમના નિવેદનો નોંધવા પડશે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કેજરીવાલની દલીલ 

જ્યારે કેજરીવાલે કોર્ટ સમક્ષ તેમની ધરપકડનો વિરોધ કર્યો અને કહ્યું, 'આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. સીબીઆઈનો કેસ ઓગસ્ટ 2022માં દાખલ કરવામાં આવ્યો હતો. પછી ECIR કરવામાં આવ્યું. જ્યારે કોઈ અદાલતે મને દોષિત ઠેરવ્યો નથી ત્યારે મારી ધરપકડ કેમ કરવામાં આવી? ઈડીનો ઈરાદો મારી ધરપકડ કરવાનો હતો. માત્ર ચાર લોકોના નિવેદનમાં મારું નામ આવ્યું હતું. જે લોકોએ મારી તરફેણમાં નિવેદનો આપ્યા હતા તેમના નિવેદનો મારી વિરુદ્ધ બળજબરીથી મેળવવામાં આવ્યા છે. તેઓ AAPને તોડવા માંગે છે.

ADVERTISEMENT

તેના પર જજે કહ્યું કે, તમે લેખિત નિવેદન કેમ નથી આપતા. કેજરીવાલે કહ્યું, આ મામલો હાલમાં બે વર્ષથી ચાલી રહ્યો છે. EDએ 25000 પાનાની તપાસ કરી છે. શું એક નિવેદન એક વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પૂરતું છે? અમે દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. કેજરીવાલે MSR (દારૂ કૌભાંડમાં સરકારી સાક્ષી મગુંતા રેડ્ડી)નું નિવેદન વાંચતા કહ્યું, 'તે મને સાડા ચાર વાગ્યે મળવા આવ્યા હતા. તે દિલ્હીમાં તેની ચેરિટેબલ સંસ્થા ખોલવા માંગતો હતો અને તેણે જમીન માંગી, મેં કહ્યું કે હું એલજીને મોકલીશ.... MSR પિતા અને પુત્રએ ED સમક્ષ 6 નિવેદન આપ્યા પરંતુ EDએ માત્ર 7મું નિવેદન વાપર્યું. શરથ રેડ્ડીએ નવ નિવેદન આપ્યા હતા પરંતુ તેમાંથી કોઈમાં મારું નામ નહોતું.
 

    follow whatsapp

    ADVERTISEMENT