ભારતીય તબીબોની કમાલ! માતાના ગર્ભમાં રહેલા બાળકના દ્રાક્ષના દાણા જેટલા હૃદયનું સફળ ઓપરેશન - ગુજરાત તક
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

ભારતીય તબીબોની કમાલ! માતાના ગર્ભમાં રહેલા બાળકના દ્રાક્ષના દાણા જેટલા હૃદયનું સફળ ઓપરેશન

vlcsnap 2023 03 15 12h18m04s119 1

દિલ્હી: દિલ્હી એઈમ્સના ડૉક્ટરોએ માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની દ્રાક્ષની સાઈઝના હૃદયની સર્જરી સફળતાપૂર્વક કરી. ડૉક્ટરોએ બાળકના હૃદયના બંધ વાલ્વને ખોલવા માટે બલૂન ડાઈલેશન સર્જરી કરી હતી. આ સર્જરીને તબીબોએ માત્ર 90 સેકન્ડમાં પૂરી કરી હતી. હાલમાં માતા અને બાળક બંને સુરક્ષિત છે. આ ઓપરેશન એઈમ્સના કાર્ડિયોથોરાસિક સાયન્સ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. AIIMSના ડોક્ટરોની ટીમે આ પ્રક્રિયા પૂરી કરી. હવે ટીમ બાળકના હૃદયના ચેમ્બરના વિકાસ પર નજર રાખી રહી છે.

મહિલાની છેલ્લી ત્રણ પ્રેગ્નન્સી નિષ્ફળ રહી હતી
28 વર્ષની મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાને અગાઉ ત્રણ વખત મિસ કેરેજ થયું હતું. એવામાં ગર્ભમાં ફરીથી ઉછરી રહેલા બાળકના હૃદયની સ્થિતિ વિશે ડૉક્ટરોએ મહિલાને જણાવ્યું અને ઑપરેશનની સલાહ આપી, જેની મહિલા અને તેના પતિએ સંમતિ આપી હતી.

games808

ઓપરેશન કરનારી તબીબોની ટીમે જણાવ્યું કે, બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે હૃદય રોગના કેટલાક ગંભીર સ્વરૂપો શોધી શકાય છે. જો આને ગર્ભાશયમાં જ સુધારી લેવામાં આવે, તો જન્મ પછી બાળકના સારા સ્વાસ્થ્ય અને સામાન્ય વિકાસની શક્યતાઓ વધી જાય છે.

એક સોયથી બ્લડ ફ્લો ઠીક કર્યો
સર્જરી કરનાર ડૉક્ટરે જણાવ્યું કે, બાળક પર કરવામાં આવેલી સર્જરીનું નામ બલૂન ડાઈલેશન છે. આ પ્રક્રિયા અલ્ટ્રાસાઉન્ડ માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. આ માટે અમે માતાના પેટમાંથી બાળકના હૃદયમાં સોય દાખલ કરી. પછી બલૂન કૈથેટરની મદદથી બંધ વાલ્વને ખોલ્યો જેથી લોહીનું પરિભ્રમણ સારું થઈ શકે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સર્જરી પછી બાળકનું હૃદય વધુ સારી રીતે વિકસિત થશે અને જન્મ સમયે હૃદયના રોગોનું જોખમ ઓછું થશે.

90 સેકન્ડમાં કરી નાખ્યું ઓપરેશન
કાર્ડિયોથોરાસિક સાયન્સ સેન્ટરની ટીમના વરિષ્ઠ ડોકટરે જણાવ્યું હતું કે આવા ઓપરેશન ગર્ભસ્થ બાળકના જીવન માટે પણ ખતરનાક બની શકે છે, તેથી તે ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું પડશે. મોટાભાગે જ્યારે આપણે આવી પ્રક્રિયાઓ કરીએ છીએ, ત્યારે તે એન્જીયોપ્લાસ્ટી હેઠળ હોય છે, પરંતુ આ એન્જીયોપ્લાસ્ટી હેઠળ થઈ શકતું નથી. આ સમગ્ર પ્રક્રિયા અલ્ટ્રાસાઉન્ડ માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે અને હૃદયની ચેમ્બર પંચર કરાતું હોવાથી તે ખૂબ જ ઝડપથી કરવાની હોય છે. જો આમાં કોઈ ભૂલ થાય અથવા વધુ સમય લાગે તો બાળકનો જીવ પણ જઈ શકે છે. તેથી ખૂબ જ ઝડપથી અને સચોટ અંદાજ સાથે પ્રદર્શન કર્યું. અમે આ પ્રક્રિયા 90 સેકન્ડમાં પૂર્ણ કરી.

Nora Fatehiનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ Viral Photos શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ સીઆઇડીમાં કામ કરી ચૂકેલી મેઘા ​​ગુપ્તાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ અર્ચના ગૌતમ બુર્જ ખલીફાની સામે તેના બિન્દાસમૂડમાં જોવા મળી, તસવીરો કરી શેર પ્રેમમાં તૂટ્યું હતું સારાનું દિલ, બ્રેકઅપ બાદ માતા અમૃતા સિંહે આ રીતે સમજાવી હતી અક્ષયથી લઈને કેટરીના સુધી, બોલિવૂડના આ 10 સેલેબ્સના બોડીગાર્ડને મળે છે કરોડોમાં સેલેરી શ્વેતા તિવારીની જાણે અટકી ગઈ ઉંમર, 42 વર્ષની અભિનેત્રીએ બિકિનીમાં કહેર વર્તાવ્યો ગોધરાના યુવાનની એ ફોટોગ્રાફી જેનાથી તે છવાયો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડઝમાં ઉર્ફી જાવેદ ફરી અતરંગી ડ્રેસમાં દેખાઈ, ફોટો જોઈને ફેન્સે માથું પકડી લીધું ટીવીની ‘સંસ્કારી વહુ’નો બોલ્ડ અવતાર, કાતિલ અંદાજના ફેન્સ દિવાના થયા અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરવાની છે મલાઈકા અરોરા? જણાવ્યો ફ્યૂચર પ્લાન બિકીની પહેરીને બીચ પર નાચી 37 વર્ષની એક્ટ્રેસ, હોટનેસ જોઈને પરસેવો છૂટી જશે બીજીવાર દુલ્હન બની આ ટીવી એક્ટ્રેસ, લગ્નના ફેરા પહેલા જ પતિ સાથે કર્યું લિપલોક આટલી બદલાઈ ગઈ RCBની મિસ્ટ્રી ગર્લ 40 વર્ષની મોનાલિસાએ ઘટાડ્યું 10 કિલો વજન, એક્તા કપુરે આપી મોટી બ્રેક કપિલ શર્માએ કોમેડિયન બનતા પહેલા 500 રૂપિયા માટે સંઘર્ષ કર્યો હતો હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ફરી એકવાર પોતાના કિલર લુકને ફેન્સ સાથે શેર કર્યો કોણ છે ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ, પતિના માટે છોડ્યું તબીબી કરિયર 35 વર્ષનની સામંથા કસાયેલા ફિગર માટે કરે છે આ એક્સરસાઈઝ, આપ પણ જાણો તેનું સિક્રેટ જમ્મુ-કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરતો ગુજરાતનો મહાઠગ ઝડપાયો