Career Tips: સરકારી શિક્ષક બનવા માંગો છો? તો બીજે સમય બગાડ્યા વગર ધો. 12મા પછી કરો આ કોર્સ
Best Courses After 12th: ઘણા બાળકોમાં એવી સ્કિલ હોય છે કે તે કોઈને સરળતાથી સમજાવી શકે. તેવા બાળકો માટે શિક્ષક બનવા માટેની એક ઉત્તમ તક હોય છે. જો તમારું બાળક અથવા કોઈ વિદ્યાર્થી જો શિક્ષક બનવાનું વિચારી રહ્યું છે પરંતુ તમને એ ખબર નથી હોતી કે તેમણે કેવી રીતે આગળ વધવું.
ADVERTISEMENT
Best Courses After 12th: ઘણા બાળકોમાં એવી સ્કિલ હોય છે કે તે કોઈને સરળતાથી સમજાવી શકે. તેવા બાળકો માટે શિક્ષક બનવા માટેની એક ઉત્તમ તક હોય છે. જો તમારું બાળક અથવા કોઈ વિદ્યાર્થી જો શિક્ષક બનવાનું વિચારી રહ્યું છે પરંતુ તમને એ ખબર નથી હોતી કે તેમણે કેવી રીતે આગળ વધવું. તો તેના માટે અહીં આપવામાં આવેલાં કોર્સ તમે 12મા પછી કરી શકો છો. જો તમે આ કોર્સ કરશો તે પછી તમારા માટે શિક્ષક બનવાના દ્વાર ખૂલી જશે.
12મા પછી શિક્ષણ સંબંધિત આ કોર્સ કરવો જોઈએ
કોઈ વિદ્યાર્થી ટીચિંગમાં કરિયર બનાવવાનું વિચારી રહ્યું છે તો તમારે 12મા પછી શિક્ષણ સંબંધિત આ કોર્સ કરવો જોઈએ. આ કોર્સ કર્યા બાદ જોબ અને કોચિંગમાંથી તમે મોટી કમાણી કરી શકો છો અને શિક્ષણ ક્ષેત્રમાં એક સારું કરિયર બનાવી શકો છો. એજ્યુકેશનના ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અધ્યાપન ક્ષેત્રે પ્રવેશવા માગતા હોય તેમણે શાળા સમયથી જ આ દિશામાં આગળ વધવું જોઈએ આ માટે તમારે ગ્રેજ્યુએશન સુધીનો સમય બગાડવો જોઈએ નહીં. 12મું પાસ કર્યા પછી જ ઘણા કોર્સ ઉપલબ્ધ છે, જેમાં તમે નામ નોંધાવી શકો છો.
હવે વડોદરામાં 'તથ્યકાંડ' જેવી ઘટના, નબીરાએ કારથી બ્રિજની સાઈડમાં બેઠેલા 3ને ઉલાળ્યા; એક યુવકનું મોત
જો તમે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મું પાસ કર્યા બાદ આ કોર્સ કરી શકો છો:
- B.El.Ed/BA B.Ed/B.Sc B.Ed - ચાર વર્ષનો અભ્યાસક્રમ
- D.El.Ed - બે વર્ષનો કોર્સ
ADVERTISEMENT
એડમિશન કેવી રીતે લેવું?
હવે આપણને કોર્સ ખબર પડી ગઈ પરંતુ તેમાં એડમિશન કેવી રીતે લેવું એ અંગેની જાણકારી હોતી નથી. તો B.El.Ed/BA B.Ed/B.Sc B.Ed શિક્ષણ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે ઉમેદવારોએ રાજ્ય સરકાર દ્વારા આયોજિત પ્રવેશ પરીક્ષામાં લાયક ઠેરવું પડશે. હવે આ સંકલિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સમગ્ર દેશમાં માત્ર એક જ પ્રવેશ પરીક્ષા લેવાની જોગવાઈ છે. તો D.El.Ed ની પ્રવેશ પ્રક્રિયાની વાત કરવામાં આવે તો કેટલાક રાજ્યમાં તે પ્રવેશ પરીક્ષા આધારે હાથ ધરવામાં આવે જ્યારે કેટલાક રાજ્યોમાં મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, B.Ed કોર્સ કરનાર ઉમેદવારો ધોરણ 6 થી 8 માં ભણાવવા માટે પાત્ર છે. તો તે જ રીતે B.El.Ed કોર્સ કરનારા ઉમેદવારો 6 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ભણાવવા માટે પાત્ર છે. જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ડી.એલ.એડ કરનારા ઉમેદવારો પ્રાથમિક શાળાઓમાં ભણાવવાને પાત્ર છે.
ઈરાન-ઈઝરાયેલ તણાવની સાઈડ ઈફેક્ટ! ધનિકોએ ₹23,39,97,82,00,000 ગુમાવ્યા, સૌથી વધુ નુકસાન કોને થયું?
ADVERTISEMENT