ઈરાન-ઈઝરાયેલ તણાવની સાઈડ ઈફેક્ટ! ધનિકોએ ₹23,39,97,82,00,000 ગુમાવ્યા, સૌથી વધુ નુકસાન કોને થયું?

ADVERTISEMENT

Iran vs Israel
ઈરાન-ઈઝરાયેલ તણાવથી દિગ્ગજોને મોટું નુકસાન
social share
google news

Iran vs Israel: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે સોમવારે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે વિશ્વના ટોપ 10 અમીરોની નેટવર્થમાં આશરે 28 અબજ ડોલર એટલે કે 23,39,97,82,00,000 રૂપિયાનો ઘટાડો થયો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સોમવારે વિશ્વના ટોપ 15 ધનિક લોકોમાંથી માત્ર બે ધનિકોની નેટવર્થમાં જ વધારો થયો. 

એલોન મસ્કને થયું સૌથી વધુ નુકસાન

આ લિસ્ટમાં પહેલા નંબરે રહેલા ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં 2.91 અરબ ડોલરની તેજી આવી અને તે વધીને 208 અરબ ડોલર પર પહોંચી ગઈ. વિશ્વના 15મા સૌથી ધનિક વ્યક્તિ સ્પેનના અમેંશિયો ઓર્ટેગાની નેટવર્થમાં 1.08 અરબ ડોલરનો ઉછાળો આવ્યો. સૌથી વધુ નુકસાન એલોન મસ્કને થયું હતું. સોમવારે તેમની નેટવર્થમાં 6.84 અરબ ડોલરનો ઘટાડો નોંધાયો.

જેફ બેઝોસની નેટવર્થમાં 3.11 અરબ ડોલરનો ઘટાડો

ધનિકોની યાદીમાં બીજા નંબરે રહેલા એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની નેટવર્થમાં 3.11 અરબ ડોલરનો ઘટાડો થયો અને હવે તે 205 અરબ ડોલર પર છે. એલોન મસ્ક 178 અરબ ડોલરની નેટવર્થની સાથે આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગની નેટવર્થ 4.08 અરબ ડોલર ઘટીને 178 અરબ ડોલર થઈ ગઈ છે. સોમવારે બિલ ગેટ્સની નેટવર્થમાં 1.65 અરબ ડોલરનો ઘટાડો થયો. તેઓ 150 અરબ ડોલરની નેટવર્થ સાથે ધનિકોની યાદીમાં પાંચમા નંબરે છે. સ્ટીવ બાલ્મરની નેટવર્થમાં 2.69 અરબ ડોલર, લેરી પેજની 2.43 અરબ ડોલર અને સેર્ગેઈ બ્રિનની નેટવર્થમાં 2.30 અરબ ડોલરનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

અંબાણી-અદાણીની સ્થિતિ

ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં સોમવારે 80.6 કરોડ ડોલરનો ઘટાડો થયો છે. તેઓ 112 અરબ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 11મા નંબરે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 15.6 અરબ ડોલરની તેજી આવી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં સોમવારે 2.36 અરબ ડોલરનો ઘટાડો થયો. તેઓ 99.5 અરબ ડોલરની નેટવર્થની સાથે વિશ્વના ધનિકોની યાદીમાં 14મા નંબરે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 15.2 અરબ ડોલરની તેજી આવી છે. 

    follow whatsapp

    ADVERTISEMENT