Surat: મુક્તિનગરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, ચાકુ અને તલવાર વડે સ્થાનિકો પર કર્યો હુમલો

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં અનેક જગ્યાએ હોળી- ધૂળેટીનો તહેવાર લોહિયાળ અને ઘાતક બન્યો હતો. ક્યાંક હત્યા તો ક્યાંક પાણીમાં દુબવાની ઘટના સામે આવી હતી. ત્યારે સુરતમાં ધૂળેટીનો તહેવાર મારામારીમાં ફેરવાયો હોય તેવી ઘટના સામે આવી છે. બમરોલી રોડ પર મુક્તિનગર ખાતે ધુળેટી રમવાને લઈને થયેલા ઝઘડામાં 10થી 15 જેટલા અસામાજિક તત્વોએ ચાકુ અને તલવાર વડે હુમલો કરતાં ત્રણથી ચાર લોકોને ઈજા થઈ હતી. જોકે આ સમગ્ર ઘટના મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટના CCTV માં કેદ 
એક તરફ તહેવારની ધામ ધૂમથી ઉજવણી થઈ રહી હતી ત્યારે સુરતમાં આ ઉજવણીના રંગમાં ભંગ પડ્યો હતો. સુરતના બમરોલી રોડના મુક્તિનગર ખાતે અસામાજિક તત્વોએ ધુળેટીના રંગોને આતંક મચાવ્યો હતો. 10થી 15 જેટલા અસામાજિક તત્ત્વો આ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને ચાકુ અને તલવાર વડે સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: પોલીસ વાન અને કાર વચ્ચે જામી ફિલ્મી રેસ, જાણો શું છે મામલો

આ પણ વાંચો

ADVERTISEMENT

પોલીસે કરી અટકાયત 
રાજ્યમાં મારામારી અને લૂંટની ઘટના છાસવારે બની રહી છે. આ દરમિયાન સુરતમાં ધૂળેટીનો તહેવાર લોહિયાળ બન્યો હતો. અસામાજીક તત્વો દ્વારા ચાકુ અને તલવાર જેવા તિક્ષ્ણ હથિયાર દ્વારા બમરોલી રોડના મુક્તિનગરના લોકો પર હુમલો કર્યો હતો. જોકે હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી અને આ સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ગુનો દાખલ કરી એક વ્યક્તિની અટકાયત કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT