અમદાવાદ પોલીસે જયપુર એરપોર્ટ પર ઉતરતા જ TMC નેતાની ધરપકડ કરી, મોરબી સાથે જોડાયેલો છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત પોલીસે TMCના નેશનલ સ્પોક્સપર્શન સકેત ગોખલેની ધરપકડ કરી લીધી છે. રાત્રે 9 વાગ્યે દિલ્હીથી ફ્લાઈટમાં જયપુર આવવા નીકળેલા સકેત ગોખલેને એરપોર્ટ પર લેન્ડ થતા જ ગુજરાત પોલીસે પકડી લીધા, જ્યાં તેઓ પહેલાથી જ રાહ જોઈ રહ્યા હતા. TMCના રાજ્યસભા સાંસદ ડેરેક ઓબ્રેને એક બાદ એક ટ્વીટ કરીને આ મુદ્દે ધડાકો કર્યો છે.

મોડી રાત્રે TMCના નેતાની ધરપકડ
ડેરેક ઓબ્રેને ટ્વીટમાં લખ્યું કે, મંગળવારે રાત્રે 2 વાગ્યે સકેત ગોખલેએ તેમની માતાને ફોન કર્યો અને કહ્યું કે, પોલીસ તેમને અમદાવાદ લઈ જઈ રહી છે અને તેઓ આજે બપોર સુધી અમદાવાદ પહોંચી જશે. પોલીસે તેમને માત્ર 1 મિનિટ માટે ફોન કરવા દીધો અને બાદમાં ફોન સહિતની તમામ વસ્તુઓ લઈ લીધી હતી.

ADVERTISEMENT

મોરબી દુર્ઘટના પર કહેલા ટ્વીટને લઈને થયો કેસ
ડેરેક ઓબ્રેને ટ્વીટમાં વધુ લખ્યું છે કે, અમદાવાદ સાયબર સેલ દ્વારા સાકેતે મોરબી બ્રિજ દુર્ઘટના પર કરેલા ટ્વીટને લઈને ઉપજાવી કાઢેલો કેસ કરવામાં દાખલ કરવામાં આવ્યો છે. આ રીતે તૃણમુલ કોંગ્રેસ અને વિરોધ પક્ષને ચૂપ નહીં કરી શકે. ભાજપ રાજકીય બદલાને અન્ય લેવલે લઈ જઈ રહ્યો છે.

શું હતો મામલો?
નોંધનીય છે કે, તાજેતરમાં જ સકેત ગોખલેએ મોરબી બ્રિજ દુર્ઘટના પર ટ્વીટ કર્યું હતું. જેમાં એક ગુજરાતી ન્યૂઝપેપરનું કટિંગ હતું અને તેમાં RTIના હવાલાથી કહેવાયું હતું કે, મોરબી દુર્ઘટના બાદ PMની મુલાકાત પહેલા રૂ.30 કરોડનો ખર્ચ કરાયો હોવાનો ઉલ્લેખ હતો. પરંતુ Fact Checkમાં આ માહિતી ખોટી હોવાનું સામે આવ્યું હતું.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT