IPL 2024: Hardik Pandya ની બોલિંગ પર શમીએ ઉઠાવ્યા સવાલ, શું છે Viral Video નો અર્થ?

ADVERTISEMENT

HardikPandya
મોહમ્મદ શમીએ પંડ્યાને લીધા આડેહાથ
social share
google news

IPL 2024 Mohammed Shami To Hardik Pandya: ટીમ ઈન્ડિયાના ખતરનાક ફાસ્ટ બોલર અને IPL માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા મોહમ્મદ શમી આ દિવસોમાં ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર છે. પરંતુ મોહમ્મદ શમી આઈપીએલની કોઈપણ મેચ જોવાનું છોડી રહ્યા નથી. હવે મોહમ્મદ શમી મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની બોલિંગથી ખૂબ જ નિરાશ જોવા મળી રહ્યા છે. મોહમ્મદ શમીએ IPL 2024માં હાર્દિક પંડ્યાની ખરાબ બોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

2 ઓવરમાં ખર્ચ કર્યા 41 રન

IPL 2024માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું ખરાબ રહ્યું છે. હાર્દિક પંડ્યાની બેટિંગ અમુક અંશે ઠીકઠાક રહી છે, પરંતુ બોલિંગમાં હાર્દિક પંડ્યાએ ઘણા નિરાશ કર્યા છે. અત્યાર સુધીમાં હાર્દિક પંડ્યાએ IPL 2024માં ફેંકેલી દરેક ઓવરમાં 10થી વધુ રન ખર્ચ્યા છે. 27 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ કોઈ વિકેટ લીધા વગર માત્ર 2 ઓવરમાં 41 રન આપી દીધા હતા. જે બાદ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પંડ્યાની બોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચોઃ IPL Playoffs: શું IPLના પ્લેઑફમાં પહોંચશે મુંબઈ ઈન્ડિયન્સ? ફરી થશે વર્ષ 2014 જેવો ચમત્કાર!

 

આ પણ વાંચો

ADVERTISEMENT

કોઈ બીજાને બોલિંગ આપી હોત તો...

વીડિયોમાં મોહમ્મદ શમીએ કહ્યું કે હાર્દિક પંડ્યાએ 2 ઓવર ફેંકી અને 41 રન આપ્યા. ખૂબ મોંઘા સાબિત થયાં. જો તેમની જગ્યાએ કોઈ બીજાએ બોલિંગ કરી હોત અને તેમણે 3-3 અથવા 4-4 રન આપ્યા હોત, તો કદાચ મુંબઈ માટે લક્ષ્ય હાંસલ કરવો વધુ સરળ બન્યો હોત. હવે ફેન્સ પણ મોહમ્મદ શમીના આ વીડિયો પર અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ WC પહેલા જ ઈરફાન પઠાણના Hardik Pandya પર પ્રહાર, કહ્યું- તેને આટલું મહત્વ આપવાનું બંધ કરો

 

ADVERTISEMENT

મુંબઈ ઈન્ડિયન્સનો 10 રને પરાજય થયો 

આ મેચમાં પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. દિલ્હી માટે જેક ફ્રેઝરે માત્ર 27 બોલમાં 84 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય સ્ટબ્સે 48 રનની ઈનિંગ અને શાઇ હોપે 41 રનની ઇનિંગ રમી હતી. 258 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 247 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી બેટિંગ કરતા તિલક વર્માએ સૌથી વધુ 63 રનની ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 46 અને ટિમ ડેવિડે 37 રન બનાવ્યા હતા.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT