WC પહેલા જ ઈરફાન પઠાણના Hardik Pandya પર પ્રહાર, કહ્યું- તેને આટલું મહત્વ આપવાનું બંધ કરો

ADVERTISEMENT

Hardik Pandya
Hardik Pandya
social share
google news

Irfan Pathan on Hardik Pandya: T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના સ્થાન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તે IPL 2024માં સંઘર્ષ કરી રહ્યો છે અને તે મુંબઈ માટે અત્યાર સુધી એક ખેલાડી અને કેપ્ટન તરીકે કોઈ અસર છોડી શક્યો નથી. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે ભારતીય ટીમમાં પસંદગી પહેલા આ સ્ટાર ઓલરાઉન્ડર પર આકરા પ્રહારો કર્યા છે. તેમનું કહેવું છે કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે હાર્દિકને વધારે મહત્વ આપવું જોઈએ નહીં.

આ પણ વાંચો: ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ, જાણો ક્યારે જાહેર થશે પરિણામ

હાર્દિકના પ્રદર્શન પર ઉઠ્યા સવાલ

સ્ટાર સ્પોર્ટ્સ પ્રેસ રૂમ શોમાં હાર્દિક વિશે વાત કરતા ઈરફાને કહ્યું કે, અત્યારે આઈપીએલ અને ઈન્ટરનેશનલ ક્રિકેટના પ્રદર્શનને લઈને મૂંઝવણ છે. હાર્દિકે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ અસર છોડી નથી.

આ પણ વાંચો: Ujjain Mahakal: મહાકાલ મંદિરના પ્રસાદના પેકેટને લઈને વિવાદ, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો

ઈરફાન પઠાણે વધુમાં કહ્યું,

હાર્દિક પંડ્યાને લઈને મને શું લાગે છે કે, ભારતીય ક્રિકેટે આ સ્પષ્ટ કરવું જોઈએ... તેમણે તેને એટલું મહત્વ ન આપવું જોઈએ. કારણ કે આપણે હજુ સુધી વર્લ્ડકપ જીત્યો નથી. જો તમને લાગે છે કે તમે મુખ્ય ઓલરાઉન્ડર છો તો તમારે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રભાવ પાડવો પડશે. જ્યાં સુધી ઓલરાઉન્ડરની સ્થિતિનો સવાલ છે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ પાડી શક્યો નથી. આપણે માત્ર સંભાવનાઓ વિશે જ વિચારીએ છીએ. આપણે IPL પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શન વચ્ચે મૂંઝવણમાં પડી રહ્યા છીએ. આમાં મોટો તફાવત છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT