Gujarat Weather: ગુજરાતમાં ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી

ADVERTISEMENT

Gujarat Weather Forecast
આગામી 5 દિવસમાં કેવું રહેશે હવામાન?
social share
google news

Gujarat Weather Forecast: રાજ્યમાં હવે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ધીમે ધીમે તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ઉત્તર ભારતનાં અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે કેટલીક જગ્યાએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ રાજ્યમાં મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તો બીજી તરફ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તો એવામાં હવામન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 દિવસમાં ગરમી વધવાની આગાહી છે.

આગામી 5 દિવસમાં કેવું રહેશે હવામાન 

હવામાન વિભાગની આગાહી અનુસાર, 16 માર્ચથી તાપમાનમાં વધારો થશે. તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે. 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે.  તારીખ 17 અને 18 માર્ચે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 18 થી 24 માર્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 

આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે

રાજ્યમાં આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. જેના કારણે લોકોને ગરમીનો વધુ અહેસાસ થશે. અમદાવાદની વાત કરવાઆ આવે તો તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પોહચી શકે છે. તો હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. જો રાજ્યનું તાપમાન જોઈએ તો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયુ અને સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયુ છે. જે બાદ સુરેન્દ્રનગરમાં 34.7 અને બાદમાં અમદાવાદમાં 34.5 તાપમાન વધુ નોંધાયું છે.
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT