PM MODI LIVE: વડાપ્રધાન મોદીએ સંઘપ્રદેશના ભરપેટ વખાણ કર્યા, 5 હજાર કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ-શિલાન્યાસ
દમણ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણના પ્રવાસે છે અહીં તેમણે દમણ ખાતે અનેક યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું છે. આ ઉપરાંત 13 કિલોમીટર લાંબો રોડ શૉ પણ…
ADVERTISEMENT
દમણ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણના પ્રવાસે છે અહીં તેમણે દમણ ખાતે અનેક યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું છે. આ ઉપરાંત 13 કિલોમીટર લાંબો રોડ શૉ પણ કર્યો હતો. એરપોર્ટથી મશાલ ચોક સુધીના માર્ગમાં લાખો લોકો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા. PM મોદીનું ભારે હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ દમણના સી ફેસ રોડ સહિત અંદાજે 4 હજાર 800 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અલગ અલગ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીની આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે ભવ્ય વિશાળ જનસભા પણ સંબોધિત કરી હતી. અહીં પીએમનું પારંપારિક રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. નાશિક ઢોલ અને લેજીમના તાલથી તેમનું સ્વાગત થયું હતું. યુવતીઓ ઢોલ વગાડીને લેજીમના તાલે તેમજ બાળકોએ ભારતીય પારંપરિક વસ્ત્રો પહેરી સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ વડાપ્રધાન આવાસ યોજનાના મકાનના લાભાર્થીઓને તેમના ઘર સોંપ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT