કચ્છના રણમાં 'કબ્જાનો ખેલ'! ફિલ્મોની જેમ ખેલાયો લોહિયાળ જંગ, ધડાધડ ફાયરિંગ બાદ જિલ્લામાં ખૌફ
ગુજરાતમાં સાઉથની ફિલ્મ જેવો બનાવ બન્યો છે. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજતાં પોલીસ વિભાગ દોડતું થયું છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ સમગ્ર ઘટના મામલે આખા જિલ્લામાં ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં સાઉથની ફિલ્મ જેવો બનાવ બન્યો છે. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજતાં પોલીસ વિભાગ દોડતું થયું છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ સમગ્ર ઘટના મામલે આખા જિલ્લામાં ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે.
શિકારપુર નજીક રણમાં ધીંગાણું
કચ્છના રણની સુકી ધરા મીઠાના ઉત્પાદકો માટે ફળદ્રુપ સાબિત થાય છે. ત્યારે હવે આ રણની જમીન કબજે લેવા મામલે બે જૂથ આમને સામને આવી ગયા હતા. ભચાઉના શિકારપુર નજીક રણમાં મીઠાના જૂના કારખાના પર કબજો જમાવવા બાબતે હિંસક ધીંગાણું ખેલાયું હતું.
ફોર્ચ્યુનર, બોલેરો સહિત 5 ગાંડીઓ ભરીને ધારીયા, તલવાર, ધોકા સહિતના હથિયારો આવેલા એક જૂથે સામે તરફ ઊભા અન્ય એક જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો, જ્યારે અન્ય ત્રણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે સામખિયાળી પોલીસ મથકે 17 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ મામલે કાનમેરના ફરિયાદી મગનભાઈ સુજાભાઈ ગોહિલે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, આરોપીઓએ મીઠાના જૂના કારખાનાવાળી જગ્યા ખાલી કરી દેવાનું કહી ધમકી આપી હતી. જે બાદ ત્રણ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં દિનેશ કોળીને માથાના ભાગે, મુકેશ બેચરા અને રમેશ હઠા ભરવાડને પગના ભાગે તેમજ વલીમામદને નાકના ભાગે ગોળી લાગતા ઈજાઓ પહોંચી હતી.જેમાં દિનેશ કોળીનું મોત થયું છે.
કોની કોની સામે નોંધાઈ છે ફરિયાદ?
ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, સબરા પાલા વાઘેલા, દેવા કરશન ડોડિયા, ઈશ્વર રજપૂત, શક્તિ ડાયા ડોડિયા, બળદેવ ગેલા રજપૂત, રાયપણ ઉસેટિયા, વિજય રાયધણ ઉસેટિયા, કાજા અમરા રબારી, વિરમ રબારી, સતીષ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર આંબા રબારી અને સવા રતના રબારી સામે ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT