મોડાસામાં ઘર આંગણે રમતી 5 વર્ષની બાળકીને શ્વાનનો હુમલો, પગ-હોઠ પર 38 ટાંકા આવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Aravalli News: અમદાવાદમાં તાજેતરમાં રખડતા શ્વાનના આતંકના કારણે વાઘ બકરી ચાના માલિકનું મોત થઈ ગયું. ત્યારે મોડાસામાં 5 વર્ષની બાળકી પર રખડતા શ્વાનનો જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઘરની બહાર રમતી બાળકીને શ્વાને બચકા ભરી લેતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. જે બાદ તેના પગ અને હોઠ પર 38 ટાંકા લેવા પડ્યા હતા.

ઘર પાસે રમતી બાળકી પર શ્વાનનો જીવલેણ હુમલો

મોડાસાના હફસાબાદ ગામમાં 5 વર્ષની બાળકી પોતાના ઘર પાસે ભાઈ સાથે રમી રહી હતી. બાળકીનો ભાઈ ઘરમાં ગયો એટલામાં શ્વાને તેના પર જીવલેણ હુમલો કરી દીધો અને પગ અને મોઢા પર બચકા ભરી લીધા હતા. જેમાં બાળકીના હોઠ કપાઈ ગયા હતા. કૂતરાના હુમલામાં બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. તેની બુમાબુમ સાંભળીને પરિજનો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીના હોઠ પર ઈજાઓ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાની ફરજ પડી હતી.

હોઠ પર પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે

શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીના પગમાં 18 અને હોઠ પર 20 એમ કુલ 38 ટાંકા લેવા પડ્યા હતા. બાળકીના હોઠ પર હવે 6 મહિના બાદ સર્જરી કરવી પડશે. જોકે શ્વાનના હુમલામાં ઘવાયેલી બાળકીની હાલત જોઈને લોકો પણ હચમચી ઉઠ્યા હતા.

ADVERTISEMENT

(ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)

    follow whatsapp

    ADVERTISEMENT