RSS પર ટિપ્પણી બાદ વડોદરામાં Kumar vishwas નો કાર્યક્રમ રદ્દ
વડોદરા : કુમાર વિશ્વાસ દ્વારા RSS પર કરવામાં આવેલી ટિપ્પણીના પડઘા હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પડી રહ્યા છે. અનેક સ્થળો પર કુમાર વિશ્વાસનો વિરોધ…
ADVERTISEMENT
વડોદરા : કુમાર વિશ્વાસ દ્વારા RSS પર કરવામાં આવેલી ટિપ્પણીના પડઘા હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પડી રહ્યા છે. અનેક સ્થળો પર કુમાર વિશ્વાસનો વિરોધ કરવામાં આવી રહ્યો છેતો અનેક સ્થળો પર તેના કાર્યક્રમો રદ્દ કરવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં વડોદરા ખાતે આયોજીત કુમાર વિશ્વાસનો એક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો છે. કુમાર વિશ્વાસના કાર્યક્રમના બેનરો હોર્ડિંગો સમગ્ર ગુજરાતમાં લગાવી દેવામાં આવ્યા હતા. જો કે દરમિયાન તેમની આ ટિપ્પણી સામે આવતા તત્કાલ કાર્યક્રમ રદ્દ રખાયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
અપને અપને શ્યામ કાર્યક્રમને તત્કાલ રદ્દ કરી દેવામાં આવ્યો
ઘટના અંગે વિગતે વાત કરીએ તો વડોદરામાં વિશ્વાસનો 3 અને 4 માર્ચે અપને અપને શ્યામ નામના એક કાર્યક્રમનું આયોજન થવાનું હતું. જો કે આયોજક જિગર ઇનામદારે આ કાર્યક્રમ અચાનક જ રદ્દ કરીદીધો હતો. આ કાર્યક્રમ રદ્દ કરવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, RSS મારી માતૃ સંસ્થા છે. તેના વિશે ટિપ્પણી કરનારા વ્યક્તિનો કાર્યક્રમ હું આયોજીત ન કરી શકું. આરએસએસ માટે આ પ્રકારના શબ્દો વાપરનારા વ્યક્તિનો હું એક પણ શબ્દ સાંભળવા માંગીશ નહી. જેથી મે કાર્યક્રમ રદ્દ કર્યો છે. લોકોએ આ કાર્યક્રમમાં ન આવવા વિનંતી કરુ છું અને કાર્યક્રમ રદ્દ થવાનો હોય તો હું દિલગીરી વ્યક્ત કરૂ છું.
ઉજ્જૈન કથા દરમિયાન આરએસએસના લોકોને અભણ ગણાવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, કુમાર વિશ્વાસે ઉજ્જૈનમાં ચાલી રહેલી રામકથા દરમિયાન ટિપ્પણી કરી હતી. જેમાં તેણે ડાબેરીઓને કુપઢ અને આરએસએસના લોકોને અભણ ગણાવ્યા હતા. જેના કારણે આરએસએસ કાર્યકર્તાઓએ તેનો વિરોધ કર્યો હતો. જો વિશ્વાસ માફી ન માંગે તો દેશમાં ક્યાંય પણ રામકથા નહી થાય તેવી ચિમકી ઉચ્ચારી હતી. જો કે ત્યાર બાદ કુમાર વિશ્વાસે માફી માંગી લીધી હતી પરંતુ હજી પણ વિવાદ સતત વકરી રહ્યો છે. આઅનુસંધાને જ વડોદરામાં એક કાર્યક્રમ રદ્દ થઇ ચુક્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT