Mehsana Latest News: પતંગ લૂંટવા જતાં દસ વર્ષના બાળકનું કૂવામાં પડતા કમકમાટી ભર્યું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mehsana News: આજે ઉતરાયણના આ પાવન અવસર પર મહેસાણાથી ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ખેરાલુના મોટી હિરવાણી ગામે 10 વર્ષીય બાળક પતંગ લૂટવા જતા કૂવામાં પડી જતા તેમનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, 10 વર્ષીય રાહુલ વણઝારા નામનો બાળક પતંગ લૂંટવાની લાયમાં કુવામાં પડી ગયો હતો. આ કારણે તેમને પોતાનો જીવ ગુમાવો પડ્યો હતો.

પવિત્ર તહેવાર પર દુર્ઘટના બનતા પરિવારમાં શોકનું મોઝું

ખેરાલુના મોટી હિરવાણી ગામના રહેવાસી જીતુભાઈ વણઝારાનો પુત્ર રાહુલ કે જેની ઉંમર માત્ર દસ વર્ષની હતી તેનું કુવામાં પડી જવાથી કમકમાટી ભર્યું મોત થયું છે. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉત્તરાયણના પવિત્ર તહેવાર પર દુર્ઘટના બનતા પરિવારમાં શોકનું મોઝું ફરી વળ્યું છે.

પતંગ ચગાવતી વખતે આટલું ધ્યાન રાખો

મેડિકલ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, પતંગ ચગાવતી વખતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં. પતંગ ચગાવતી વખતે કુદરતી રેસામાંથી બનેલી પતંગની દોરીનો ઉપયોગ કરો.

બાળકોનું ખાસ ધ્યાન રાખો

ઉત્તરાયણ પર બાળકોની સલામતીનું ખાસ ધ્યાન રાખો. જ્યારે બાળકો પતંગ ઉડાડે ત્યારે તેમની સાથે જ રહો. પતંગ પરડવા માટે રસ્તા પર દોડશો નહીં. 2 વ્હીલર ચલાવતી વખતે ગળા પર મફલર પહેરો અને 2 વ્હીલર પર સળિયા લગાવો. જેથી ઈજા ન ન થાય. ધાબા પર પતંગ ઉડાવતી વખતે લાંબી બાયના કપડા પહેરો અને તડકાથી બચવા સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરો. સાથે આ દિવસે પાણી વધારે પીવો.

તુક્કલ ઉડાડવાનું ટાળો

મેડિકલ એસોસિએશને જણાવ્યું છે કે, દોરીથી ઈજા થાય તો તાત્કાલિક 108 પર ફોન કરો અને તુક્કલ ઉડાડવાનું ટાળો, કારણ કે તેનાથી આગ લાગી શકે છે.

સલામતી સાથે પર્વની ઉજવણી કરજો

દર વર્ષે ઉત્તરાયણના દિવસે અનેક અકસ્માતના કિસ્સાઓ બનતા સામે આવતા હોય છે જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ પણ ગુમાવો પડે છે. ત્યારે આ વખતે પણ એક ઘટના સામે આવી છે. માટે આજના પવિત્ર દિવસ પર આપ સૌ લોકોને સલામતી સાથે પર્વની ઉજવણી કરવાની અપીલ છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT