જર્મનીમાં ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગથી અફરાતફરી મચી, 6 લોકોના મોત અનેક લોકો ઈજાગ્રસ્ત

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેમ્બર્ગ: જર્મનીના હેમ્બર્ગ શહેરમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. અહીંના એક ચર્ચમાં થયેલા ફાયરિંગમાં 6 લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. આ સાથે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે મૃતકોમાં હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે.

ફાયરિંગમાં 6 લોકોના મોત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેહોવાસ ચર્ચમાં થયેલા ફાયરિંગમાં 6 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોઈ ગુનેગાર ભાગી ગયો હોવાના કોઈ સંકેત નથી. હેમ્બર્ગ પોલીસે ટ્વીટ કર્યું કે આ ફાયરિંગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, કેટલાકના મોત પણ થયા છે. અમે મોટી સંખ્યામાં સુરક્ષા દળો સાથે સ્થળ પર છીએ.

આ પણ વાંચો: દુષ્કાળ પડવાનો છે? PM ની અધિકારીઓ સાથે બેઠક, અનાજ સંગ્રહ કરવાના નિર્દેશ પાછળ શું છે કારણ

આ પણ વાંચો

ADVERTISEMENT

હુમલાખોર પણ ઠાર કરાયો
પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, હુમલાખોરોએ લગભગ 9 વાગ્યે એક ચર્ચમાં લોકો પર ગોળીબાર કર્યો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે હુમલાખોર એક હતો કે એકથી વધુ. પરંતુ પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને છોડવામાં આવશે નહીં. પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ઘણા લોકોના શરીર પર ગોળીઓના ઘા હતા.

ADVERTISEMENT

સ્થાનિકોને ફોન પર એલર્ટ મેસેજ મોકલાયા
જર્મની એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, હેમ્બર્ગના ઉત્તરી અલ્સ્ટરડોર્ફ જિલ્લાના સ્થાનિક રહેવાસીઓને તેમના મોબાઇલ ફોન પર ચેતવણી સંદેશ આપવામાં આવ્યો છે. તેમજ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હેમ્બર્ગના મેયરે આ હુમલા બાદ મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. મેયર પીટર ચાંચરે ટ્વીટ કર્યું કે, હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ગુનેગારોનો પીછો કરવા અને તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા માટે પોલીસ સંપૂર્ણ તાકાતથી કામ કરી રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT