બજેટને લઈ ફારુક અબ્દુલ્લાએ કર્યા વખાણ.. તો આ નેતાએ કહ્યું બજેટ ચૂંટણીલક્ષી…જાણો કોણે શું કહ્યું

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોનું વિશેષ ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વખતે સૌથી મહત્વની વાત એ છે કે ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ટેક્સ સ્લેબ અનુસાર, 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ હવે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. ત્યારે નાણામંત્રીના બજેટમાં કરાયેલી જાહેરાતો બાદ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.  ત્યારે બજેટને લઈ ફારુક અબ્દુલ્લાએ વખાણ કર્યા છે. ત્યારે  તો સપાના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે આ ચૂંટણી બજેટ છે.

બજેટમાં દરેકને કંઈક આપવામાં આવ્યું હતુંઃ ફારૂક અબ્દુલ્લા
આજે રજૂ કરવામાં આવેલા બજેટને લઈને  જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે બજેટમાં મધ્યમ વર્ગને મદદ કરવામાં આવી છે, દરેકને કંઈક ને કંઈક આપવામાં આવ્યું છે. અમે દોઢ કલાક બજેટ સાંભળ્યું, હવે તક મળશે ત્યારે વાત કરીશું.

બજેટને લઈ નારાજ થયા શશિ થરૂર, જાણો શું કહ્યું 
આજે રજૂ કરવામાં આવેલા બજેટને લઈને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે બજેટમાં કેટલીક સારી બાબતો હતી, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક નહીં કહીશ, પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો ઉભા થાય છે. બજેટમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નહોતો. મજૂરો માટે સરકાર શું કરવા જઈ રહી છે? બેરોજગારી, મોંઘવારી વિશે પણ વાત કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

બજેટને લઈ સ્મૃતિ ઈરાનીની પ્રતિક્રિયા આવી સામે 
રજૂ થયેલા બજેટને લઈ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ બજેટથી મહિલાઓનું સન્માન વધ્યું છે. બાળકો અને કિશોરો માટે ડિજિટલ લાઈબ્રેરીની જાહેરાતમાં જિલ્લા સ્તરે બાળકો કેવી રીતે વાંચશે અને વિકાસ કરશે તેનો ઉલ્લેખ કર્યો છે. મહિલા શક્તિ કેવી રીતે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે તેનું પ્રતિબિંબ આજના બજેટમાં જોવા મળે છે. આ બજેટ મધ્યમ વર્ગના હિતમાં પણ છે. વિપક્ષ નારાજ હોવા છતાં ભારત તેનાથી ખુશ છે.

રાજનાથ સિંહે બજેટની પ્રશંસા કરી હતી
બજેટ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ ખેડૂતો, મહિલાઓ, સીમાંત વર્ગો અને મધ્યમ વર્ગને સહાય પૂરી પાડવા માટે પ્રાથમિકતા સાથે વિકાસ અને કલ્યાણ પર કેન્દ્રિત છે.  બજેટ પ્રસ્તાવ દેશને થોડા વર્ષોમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને વૈશ્વિક સ્તરે ટોચની ત્રણ અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્યને હાંસલ કરવા તરફ લઈ જશે.

ADVERTISEMENT

બજેટને લઈ અખિલેશ યાદવની પ્રતિક્રિયા આવી સામે 
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે કહ્યું કે, 2023-24ના કેન્દ્રીય બજેટે દેશના લોકોને આશાને બદલે નિરાશા આપી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બજેટથી મોંઘવારી અને બેરોજગારીમાં વધુ વધારો થયો છે.

ADVERTISEMENT

ભાષણ દરમિયાન નાણામંત્રીની જીભ લપસી, ઓલ્ડ વ્હીકલ પોલિસીના બદલે જાણો શું બોલી ગયા

આ બજેટ ચૂંટણીલક્ષી છે:  ડિમ્પલ યાદવ
સપાના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે આ ચૂંટણી બજેટ છે. ખેડૂતો માટે કંઈ નથી. ખેડૂતોના MSP વિશે વાત નથી કરી. રેલવેની સદંતર અવગણના કરવામાં આવી છે. અડધાથી વધુ વસ્તી ગામડાઓમાં રહે છે પરંતુ તેમના માટે કંઈ કરવામાં આવ્યું નથી. આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT