VIDEO: Chhotu Vasava બનશે ગેમ ચેન્જર? ભરૂચ બેઠક પર હવે જામશે ત્રિકોણીય જંગ

ADVERTISEMENT

Bharuch Lok Sabha માં Chhotu Vasava એ ખેલ પાડ્યો છે. ભારતીય આદિવાસી પાર્ટી ( BAP ) ના નામથી હવે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યાં છે.

social share
google news

Lok Sabha Election: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે ગુજરાતમાં ભરૂચ બેઠક સૌથી વધુ ચર્ચિત છે. તેની પાછળનું એક કારણ તો છે કે આ બેઠક પર આપ અને કોંગ્રેસે INDIA ગઠબંધનણી જાહેરાત કરી છે અને ઉમેદવાર તરીકે આપના ઉમેદવાર ચૈતર વસાવાની જાહેરાત કરી છે. તો બીજું કારણ એવું છે કે આ બેઠક પર ત્રિકોણીય જંગ જામશે. ઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસી પાર્ટી (BAP)ના ઉમેદવાર તરીકે તેમના નાના પુત્ર દિલીપ વસાવાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

ભરૂચ બેઠક પર ત્રિકોણીય જંગ જોવા મળશે

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર  મનસુખ વસાવા કે જે સતત 6 ટર્મથી જીતતા આવ્યા છે અને વધુ એક વખત ભાજપે તેને ઉમેદવાર જાહેર કર્યા છે. તો I.N.D.I.A. ગઠબંધન તરફથી આપના ચૈતર વસાવા છે અને હવે દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાએ બીએપીના ઉમેદવાર તરીકે તેમના નાના પુત્ર દિલીપ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. એટલે હવે ગુજરાતની આ બેઠક પર આપણને ત્રિકોણીય જંગ જોવા મળશે.      

આ પણ વાંચો:- રિવાબા જાડેજા ક્યાં ખોવાઈ ગયા? રૂપાલા વિવાદ વચ્ચે ક્ષત્રિયાણીનો MLA મેડમને સવાલ

ભરૂચ પર કોંગ્રેસથી ભાજપમાં સત્તા પરિવર્તન 

ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 1957થી 2019 સુધી એક પેટાચૂંટણી સહિત લોકસભાની કુલ 17 ચૂંટણી થઈ છે, જેમાંથી 10 વાર ભાજપની અને 7 વાર કોંગ્રેસના ફાળે આ બેઠક ગઈ છે. જો કોંગ્રેસના શાસનની વાત કરવામાં આવે તો 1984 સુધી આ બેઠક તેમનું એકહથ્થું શાસન હતું. પરંતુ ત્યારબાદ એટલે કે  1989 થી આ બેઠક પર કોંગ્રેસ પાછી સત્તા પર આવી શકી નથી. છેલ્લાં 30 વર્ષથી એટલેકે 6 ટર્મથી આ બેઠક પર ભાજપ જ સત્તા પર છે.  

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT