Congress Manifesto: કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં 'પંચ ન્યાય'ની વાત, ખેડૂતોથી લઈને બેરોજગાર સુધી આ વર્ગને આપી ગેરંટી

ADVERTISEMENT

Congress Manifesto
કોંગ્રેસે 'પાંચ ન્યાય'ની કરી વાત
social share
google news

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા ઘણા મોટા રાજકીય ફેરફારો જોવા મળી રહ્યા છે. પાર્ટી સાથે ઘણા વર્ષો વિતાવનાર મોટા નેતાઓ અચાનક પોતાની બાજુ બદલી રહ્યા છે. આ સાથે કેટલાક પક્ષો દ્વારા સતત ઉમેદવાર બદલવાના અહેવાલો સામે આવી રહ્યા છે. એવામાં લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. 

કોંગ્રેસે 'પાંચ ન્યાય'ની કરી વાત 

પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં પાંચ ન્યાયની વાત કરી છે. જેમાં 25 પ્રકારની ગેરંટી આપવામાં આવી છે અને તેણી સાથે જ યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમ ન્યાય અને સમાન ન્યાયનો ઉલ્લેખ છે. કોંગ્રેસ કહે છે કે, અમે સાથે મળીને આ અન્યાયી સમયના અંધકારને દૂર કરીશું અને ભારતના લોકો માટે સમૃદ્ધ, ન્યાયથી ભરપૂર અને સુમેળભર્યા ભવિષ્ય માટે માર્ગ મોકળો કરીશું.

આ પણ વાંચો:- RBI Repo Rate: સસ્તી હોમ લોનની આશાઓ પર પાણી ફર્યું, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

કોંગ્રેસનું અભિયાન

ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા પહેલા કોંગ્રેસે ડોર ટુ ડોર ગેરંટી અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ, કોંગ્રેસના કાર્યકરો આ ગેરંટી કાર્ડ્સનું વિતરણ કરશે, જે 14 અલગ-અલગ ભાષાઓમાં છાપવામાં આવ્યા છે, આગામી થોડા અઠવાડિયા સુધી ભારતના આઠ કરોડ પરિવારોને આ ગેરંટી આપવામાં આવશે. નોંધનીય છે કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલ પાંચ ન્યાય અને 25 ગેરંટી વિશે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે અને લોકસભાની ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે.
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT