ગુજરાતમાં ઓછા મતદાનથી ભાજપ ટેન્શનમાં? કમલમમાં મોડી રાત્રે અમિત શાહે કરી બેઠક

ADVERTISEMENT

Lok Sabha Election
Lok Sabha Election
social share
google news

Lok Sabha Election: ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. જોકે આ વખતે રાજ્યમાં 2019ની તુલનાએ ખૂબ ઓછું મતદાન થયું હતું. ચૂંટણી કમિશનના આંકડા મુજબ ગુજરાતની તમામ 25 બેઠકો પર સરેરાશ 59.51 ટકા મતદાન આ વખતે થયું છે, જ્યારે ગત ચૂંટણીમાં 64.11 ટકા જેટલું મતદાન થયું હતું. મતદાનના આ આંકડાથી ભાજપના 5 લાખની લીડ મેળવવાના ટાર્ગેટનું ગણિત જ ઊંધું પડી શકે છે. ઓછા મતદાન વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી જવાનું ટાળીને ગાંધીનગરમાં કમલમ ખાતે તાબડતોબ બેઠક કરી હતી. ચર્ચા છે કે આ બેઠકમાં પરિણામ અંગે ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો: બેંકમાં જઈને કહો આ 2 વાત, સેવિંગ એકાઉન્ટ પર મળવા લાગશે ત્રણ ગણું વ્યાજ!

બેઠકમાં કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

ગુજરાતમાં બપોર બાદ મતદાનની ઝડપ ધીમે ધીમે ઘટી હતી. જેના કારણે મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની ભાજપના કાર્યકરોની મહેનત ઊંઘી પડી હતી. એક બાજુ ક્ષત્રિય સમાજની નારાજગી, બીજી બાજુ ઓછું મતદાન થતા પરિણામ પર તેની શું અસર થઈ શકે તે અંગે કમલમમાં મોડી રાત્રે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમિત શાહ, પ્રદેશ નેતાઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે બેઠકનો મુદ્દો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 

આ પણ વાંચો: અરવલ્લીમાં ભાજપ નેતા પર જીવલેણ હુમલો, અસામાજિક તત્વો પથ્થર-લાકડી લઈને તૂટી પડ્યા

5 લાખની લીડથી જીતવાનું સપનું તૂટશે?

ભાજપ દ્વારા દરેક લોકસભા બેઠક પર 5 લાખની લીડ મેળવવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો હતો. જોકે ઓછું મતદાન થતા ભાજપના ઉમેદવારોનું મોટી લીડથી જીતવાનું સપનું તૂટી શકે. એવામાં આ બેઠકમાં કોંગ્રેસને ક્યાં ફાયદો થશે? ભાજપને ક્યાં ફાયદો થશે? સહિતની બાબતો પર મંથન કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઉપરાંત બેઠકમાં પ્રત્યેક પેજ સમિતી અને કાર્યકરોએ કેવી મહેનત કરી છે. પાર્ટીના કયા નેતા કે કાર્યકર્તા નારાજ રહ્યા? તે અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT