કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી કેટલા કરોડના માલિક? સોગંદનામામાં જાહેર કરી સંપત્તિની માહિતી

ADVERTISEMENT

Paresh Dhanani
Paresh Dhanani
social share
google news

Rajkot News: રાજકોટ બેઠકથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા સાથે પરેશ ધાનાણીએ સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં તેમણે પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી હતી. જે મુજબ ધાનાણી દંપત્તિ પાસે 1.25 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2022-23માં તેમની આવક 12.69 લાખ રૂપિયાની હતી. જ્યારે આ જ સમયમાં તેમની પત્નીની આવક 4.49 લાખની રહી છે.

આ પણ વાંચો: 'મારી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી', કોંગ્રેસ નેતાએ QR કોડ દ્વારા મતદારો પાસે માગ્યા રૂપિયા

પરેશ ધાનાણી પાસે હાથમાં કેટલી રોકડ?

પરેશ ધાનાણીએ રજૂ કરેલા સોગંદનામાં મુજબ, તેમના પાસે 1.40 લાખ રોકડ પડી છે, જ્યારે તેમના પત્ની પાસે 1.56 લાખ રૂપિયા રોકડા છે. SBIની ગાંધીનગર બ્રાન્ચના એકાઉન્ટમાં 57,647 રૂપિયા અને બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં 37,000 રૂ. છે. તેમના પત્નીનું અમરેલીની SBI બ્રાન્ચમાં એકાઉન્ટ છે, જેમાં 2814 રૂ. છે. આ ઉપરાંત પરેશ ધાનાણી મેડિક્લેમ છે જેનું પ્રીમિયમ 50,332 છે અને એક્સિડેન્ટલ વીમો છે જેનું પ્રીમિયમ 15,749રૂ. છે. જ્યારે તેમના પત્નીના પોસ્ટ ખાતામાં 4.37 લાખનું બેલેન્સ છે. સંસ્થાને આપેલી અંગત લોન અથવા કરજદાર પાસેથી મળવા પાત્ર રકમમાં શરદભાઈ ધાનાણીને 37 લાખ, લાભુબેન ધાનાણીને 4.50 લાખ, વર્ષાબેન ધાનાણીને 1.20 લાખ લોન આપેલી છે. જ્યારે ટી.ડી.એસ ખાતામાં 2.25 લાખ જમાં છે. કરોડોની સંપત્તિ છતા પરેશ ધાનાણી કે તેમના પત્ની પાસે ફોર વ્હીલર નથી. પુત્રીના નામે એક ટુ-વ્હીલર છે.

કેટલા તોલા સોનું?

સોના ચાંદીના દાગીનાની વાત કરીએ તો પરેશ ધાનાણી પાસે વડીલો પાર્જિત 120ગ્રામ સોનું છે, જેનું માર્કેટ મૂલ્ય અંદાજિત 7.92 લાખ થાય છે. તેમના પત્ની પાસે વડીલો પાર્જિત 260 ગ્રામ સોનું છે. જેની કિંમત 17.16 લાખ રૂપિયા છે. તો પુત્રીના નામે 2.64 લાખનું 40 ગ્રામ અને બીજી પુત્રીના નામે 1.32 લાખનું 20 ગ્રામ સોનું છે. પરેશ ધાનાણી પાસે 55.88 લાખની જંગમ મિલકત અને પત્ની પાસે 28.13 લાખની મિલકત છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: બનાસકાંઠા: ગેનીબેન ઠાકોર અને ડો.રેખાબેન ચૌધરીએ પોતાના ફોર્મ રદ કરવા અરજી આપી! હવે શું થશે?

1.10 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત

સ્થાવર મિકલતની વાત કરીએ તો પરેશ ધાનાણી પાસે રહેઠાણ અને જમીન મળીને 1.10 કરોડ રૂપિયાના મૂલ્યની મિલકત છે. જ્યારે તેમની પત્ની પાસે 15 લાખ રૂપિયાના મૂલ્યની મિલકત છે. સોગંદનામામાં પરેશ ધાનાણીએ ખેતીને પોતાની આવકનો સ્ત્રોત બતાવ્યો છે, જ્યારે તેમની પત્નીને પ્રાઈવેટ ટ્યુશનથી આવત થતી હોવાનું દર્શાવ્યું છે. ઉપરાંત ધાનાણીએ તેમના પત્નીને 1.20 લાખની લોન આપેલી હોવાનું પણ તેમાં દર્શાવાયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT