બનાસકાંઠા: ગેનીબેન ઠાકોર અને ડો.રેખાબેન ચૌધરીએ પોતાના ફોર્મ રદ કરવા અરજી આપી! હવે શું થશે?

ADVERTISEMENT

Lok Sabha Election
Lok Sabha Election
social share
google news

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. જોકે આ પહેલા બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ભરેલા ફોર્મમાં ભૂલો સામે આવી છે. ફોર્મમાં ભૂલો સામે આવ્યા બાદ ભાજપના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર બંનેએ ફોર્મ રદ કરવા માટે અરજી આપી છે.

આ પણ વાંચો: પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ પર અમિત શાહ શું બોલ્યા? પહેલીવાર આપી પ્રતિક્રિયા

ડો.રેખાબેન ચૌધરીના ફોર્મમાં શું ભૂલ હતી?

બનાસકાંઠાની વિધાનસભા સીટ પરથી ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. તેમણે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે તેમના ફોર્મમાં બી.એસ.સી અને એમ.એસ.સી વચ્ચે બે વર્ષના અંતરમાં ભૂલ હતી. આથી ફોર્મમાં ભૂલ જણાતા રેખાબેન ચૌધરીએ પોતાનું પહેલું ફોર્મ રદ કરવા અરજી આપી હતી અને બીજું ફોર્મ રજૂ કર્યું હતું. નવા ફોર્મમાં ભાજપના ઉમેદવારે  બી.એસ.સી 1999, એમ.એસ.સી 2001 અને પી.એચડી 2022 માં કરી હોવાના ત્રણ સુધારા કર્યા હતા.

ગેનીબેનના ફોર્મમાં પણ સાત ભૂલો!

બીજી તરફ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભરેલા ફોર્મમાં પણ ભૂલ હોવાથી તેમણે પહેલું ફોર્મ રદ કરવા અરજી આપી હતી અને નવા 7 સુધારાઓ સાથે નવું ફોર્મ ભર્યું હતું. નવા ફોર્મમાં ગેનીબેન ઠાકોરે મિલકતની વર્તમાન કિંમત સાથે ફોર્મ જમા કરાવ્યું હતું. 

ADVERTISEMENT

આ પણ વાંચો: દુબઈ-લંડનમાં એપાર્ટમેન્ટ, લક્ઝરી કાર....ભાજપની આ મહિલા ઉમેદવારે જાહેર કરી ₹1400 કરોડની સંપત્તિ

ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠકથી ફોર્મ ભરવાના છે. તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ આજે નવસારીમાંથી ઉમેદવારી પત્ર ભરશે. તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પણ આજે રાજકોટ બેઠકથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે.

(ઈનપુટ: પરેશ પઢ્યા, બનાસકાંઠા)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT