'મારી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી', કોંગ્રેસ નેતાએ QR કોડ દ્વારા મતદારો પાસે માગ્યા રૂપિયા

ADVERTISEMENT

Lok Sabha Elections
ચૂંટણી લડવા ફંડ નથી?
social share
google news

Lok Sabha Elections: દેશમાં આજથી લોકસભાની ચૂંટણી શરૂ થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સીટોની દૃષ્ટિએ આ સૌથી મોટો તબક્કો છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. તો ગુજરાતમાં પણ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ફરવા માટે આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવસારી બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો રાજકોટ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 

લલિત વસોયાએ વીડિયો કર્યો જાહેર

લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના પોરબંદરના લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ વીડિયો જાહેર કરીને વોટ સાથે નોટની માંગણી કરી છે. તેઓએ સોશિયલ મીડિયા પર આર્થિક સહયોગ આપવાની વિનંતી કરી છે. આ સાથે જ તેઓએ ધારાસભ્ય હતા, ત્યારે લોકહિતના કરેલા કામોની પણ માહિતી મતદારોને આપી હતી. 

આ પણ વાંચોઃ બનાસકાંઠા: ગેનીબેન ઠાકોર અને ડો.રેખાબેન ચૌધરીએ પોતાના ફોર્મ રદ કરવા અરજી આપી! હવે શું થશે?

 

ADVERTISEMENT

આર્થિક સહયોગ કરવા વિનંતી કરી

લલિત વસોયાએ ફંડ માટે પોતાનું બેંક એકાઉન્ટ નંબર અને સ્કેનર દ્વારા મતદારો પાસે ફંડ માગ્યું છે. તેઓએ કહ્યું કે, હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી રૂપિયા માંગુ છું. હું 26 બેઠકમાંથી 52 ઉમેદવારમાંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું. આથી તેમણે વોટની સાથે-સાથે આર્થિક સહયોગ કરવા માટે એક રૂપિયાથી માંડીને જે ક્ષમતા હોય તે પ્રમાણે આર્થિક સહાય આપવાની માંગ કરી છે. 


જુઓ વીડિયો

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT