ગુજરાતના આ જિલ્લાઓમાં 5 દિવસ હિટવેવ, હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ

ADVERTISEMENT

Heat Wave
Heat Wave
social share
google news

Gujarat Heat Wave Alert: ગુજરાતમાં આજથી પાંચ દિવસ માટે ગરમીનો પારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો ગરમી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને બપોર બાદ ગરમી વધશે.

ગુજરાતમાં 5 દિવસ હિટવેવની આગાહી

હવામાન વિભાગના વેધર બુલેટિન મુજબ રાજ્યમાં 1લી મેથી 5મી મે સુધી ગુજરાતમાં હિટવેવ જેવી સ્થિતિ રહેશે. ખાસ કરીને દમણ, નવસારી, ભરૂચ, સુરત,   આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કચ્છ જિલ્લામાં ગરમીનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

વૃદ્ઘો-સગર્ભાઓને બહાર ન નીકળવા સલાહ

ગરમીના યેલો એલર્ટની વચ્ચે બપોરના સમયે લોકોને સીધા તકડામાં ન જવા અને ખુલ્લા કપડા પહેરવા માટે હવામાન વિભાગે સલાહ આપી છે. સાથે જ પ્રેગ્નેન્ટ મહિલાઓ, વૃદ્ધો અને બીમારી ધરાવતા વ્યક્તિઓને તડકામાં બહાર ન નીકળવા સૂચન કરાયું છે.

ADVERTISEMENT

આપને જણાવી દઈએ કે, અપ્રિલ મહિનામાં સામાન્ય રીતે ખુશનુમા વાતાવરણ હોય તેવા ઊંટી, કેરળ અને બેંગલુરુના કેટલાક ભાગોમાં પણ ભીષણ ગરમી પડી રહી છે. આ ગરમીની ઝપટમાં ગુજરાત પણ આવી ગયું છે. નજીકના સમયમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ એકત્રિત થવાનો હોઈ ગરમીની તીવ્રતા વધશે તેવી કેટલાક હવામાન નિષ્ણાતોની આગાહી છે. ખાસ કરીને મધ્યગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રી જઈને પહોંચી તેવી સંભાવના છે. 

    follow whatsapp

    ADVERTISEMENT