Exclusive: અમિત શાહની ગાંધીનગર બેઠક પર 1989થી ભાજપનો જ 'દબદબો', ભલભલા દિગ્ગજો પણ નથી હલાવી શક્યા પત્તું

ADVERTISEMENT

Gandhinagar Lok Sabha Seat
ગાંધીનગર બેઠક પર કેવો રહેશે માહોલ?
social share
google news

Gandhinagar Lok Sabha Seat : ગુજરાતમાં ગાંધીનગર લોકસભા સીટ હંમેશાથી હાઈપ્રોફાઈલ રહી છે. આ સીટ પર 1989થી ભારતીય જનતા પાર્ટીનો કબજો કહ્યો છે. લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયી અહીંથી સાંસદ રહી ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં આ બેઠક પરથી સાંસદ છે. ચાલો સમજીએ કે શું છે ગાંધીનગરનું ચૂંટણી સમીકરણ?

ગાંધીનગર લોકસભા બેઠકમાં સાત વિધાનસભા સીટો ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતી આવે છે. તમામ બેઠકો પર ભાજપનો કબજો છે. જો આપણે વસ્તીની વાત કરીએ તો 19,45,772 લોકો રહે છે, જેમાંથી મોટાભાગની વસ્તી શહેરોમાં રહે છે. જાતિગત સમીકરણ પર નજર કરીએ તો અહીં માત્ર 1 ટકા લોકો જ એસટી કેટેગરીના છે, જ્યારે એસસીની વસ્તી 11 ટકા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના અમિત શાહે કોંગ્રેસના ડૉ. સી.જે ચાવડાને 5,57,014 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

અમિત શાહની રાજકીય સફર

ભાજપમાં PM મોદી પછી બીજા સૌથી તાકાતવર નેતા ગણાતા અમિત શાહ ફરી એકવાર ગાંધીનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. દેશના ગૃહમંત્રી બન્યા બાદ પણ અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્રમાં સતત હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. તેમણે આ સંસદીય ક્ષેત્રમાંથી રાજકારણની શરૂઆત કરી હતી. અમિત શાહ એક બૂથ લેવલના કાર્યકર્તાથી લઈને ધારાસભ્ય, ગૃહ રાજ્યમંત્રી, પછી સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીની સફરથી દરેક વ્યક્તિ વાકેફ છે.

ADVERTISEMENT

કોણ છે સોનલ પટેલ?

કોંગ્રેસે અમિત શાહ સામે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સચિવ છે. તેમની પાસે મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રના કોંગ્રેસના સહ-પ્રભારીની જવાબદારી પણ છે. વ્યવસાયે આર્કિટેક્ટ સોનલ પટેલ સાદગી સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ પોતાની ઈનોવા કાર અને કેટલાક કાર્યકરો સાથે દરેક વિસ્તારમાં જઈને જનસંપર્ક કરી રહ્યા છે.

ગાંધીનગર બેઠક 1967માં અસ્તિત્વમાં આવી

ગુજરાતની રાજધાની ગાંધીનગર 1967માં લોકસભા બની હતી. 1977ની ચૂંટણી સિવાય કોંગ્રેસ પાંચમાંથી ચાર ચૂંટણી જીતી હતી. આ બેઠક કોંગ્રેસના ગઢ તરીકે ઉભરી હતી, પરંતુ 1989ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના ઉમેદવાર કોકિલા વ્યાસને હરાવીને પહેલીવાર કમળ ખીલાવ્યું. આ પછી ગુજરાતમાં ગાંધીનગર ભાજપનું શક્તિનું  કેન્દ્ બન્યું. ત્યારપછીની ચૂંટણીમાં ભાજપના કદ્દાવર નેતા લાલકૃષ્ણ અડવાણી અહીંથી પહેલીવાર જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. 

ADVERTISEMENT

Photo: વિકિપિડિયા

અટલજી પણ જીત્યા 

પાંચ વર્ષ પછી અટલ બિહારી વાજપેયી અહીંથી ચૂંટણી લડ્યા અને જીત્યા. જોકે, બાદમાં તેમણે ગાંધીનગર છોડીને લખનઉ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જ્યારે અટલ બિહારી વાજપેયીએ આ સીટ ખાલી કરી ત્યારે કોંગ્રેસે તેને કબજે કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળતા મળી નહીં. તે સમયે સ્ટારડમ પર સવાર રાજેશ ખન્નાને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1998, 1999, 2004, 2009, 2014માં સતત પાંચ વખત જીત મેળવી હતી. 2019માં અમિત શાહ જીત્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT