આ 5 Mutual Fund એ રોકાણકારોને આપ્યું તગડું રિટર્ન, તમે પણ રાતો રાત થઈ શકો છો માલામાલ
Mutual Fund Return: કોઈ એવી વ્યક્તિ નથી જે આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઈચ્છુક ન હોય. કારણ કે બેંક FD સહિતના અન્ય વિકલ્પોના મૂકાબલે મ્યુચ્યુઅલ ફંડમાં ઉત્તમ રિટર્ન મળવાની સંભાવના છે.
ADVERTISEMENT
Mutual Fund Return: કોઈ એવી વ્યક્તિ નથી જે આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઈચ્છુક ન હોય. કારણ કે બેંક FD સહિતના અન્ય વિકલ્પોના મૂકાબલે મ્યુચ્યુઅલ ફંડમાં ઉત્તમ રિટર્ન મળવાની સંભાવના છે. છેલ્લા 2 દાયકાની વાત કરવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને શાનદાર રિટર્ન મળ્યું છે.
ખાસ કરીને, મ્યુચ્યુઅલ ફંડથી સારી રિટર્ન ઈક્વિટી માર્કેટમાં મળવાની સંભાવના છે. સાથે જ અહીં રિસ્ક પણ વધુ છે. નોંધપાત્ર વાત એ છે કે અનુભવ કે જ્ઞાન વગર ઈક્વિટી માર્કેટમાં ભરેલ ડગલું ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. માટે જ લોકોને કહેવામાં આવે છે શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડના માધ્યમ દ્વારા શેર બજારમાં રોકાણ કરવું કારણ કે ફંડને અનુભવી લોકો જ ઓપરૅટ કરી શકે છે.
આ પણ વાંચો: USમાં 1 મહિનાથી ગુમ ભારતીય વિદ્યાર્થીની લાશ મળી, માતા-પિતાને આવ્યો હતો 1 લાખની ખંડણીનો ફોન
500 રૂપિયાથી રોકાણનો કરો પ્રારંભ
અગત્યની એક બાબત એ છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર 500 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. નવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP) કરતા ઉત્તમ વિકલ્પ છે. જ્યાં તમે દર મહિને થોડું-થોડું રોકાણ કરીને મોટું ફંડ તૈયાર કરી શકાય છે.
ADVERTISEMENT
પરંતુ હવે સવાલ એવો થાય કે હજારો ફંડમાંથી આપણા માટે કયો ઉત્તમ વિકલ્પ? કારણ કે રોકાણકારોની અલગ-અલગ જરૂરીયાતો હોય છે. સાથે રિસ્ક લેવાની ક્ષમતા પણ દરેકની અલગ અલગ હોય છએ. ત્યારે કેટલાક રોકાણકારો શોર્ટ ટર્મ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. તો કેટલાક લાંબા રોકાણનું પણ વિચારતા હોય છે. એટલે જ રોકાણકારો પોતાની જરૂરીયાત મુજબ રોકાણ કરીને ઉત્તમ વળતર મેળવી શકે છે.
આ પણ વાંચો: કમલમ બહાર વિરોધ પહેલા અમદાવાદ એરપોર્ટથી રાજ શેખાવતની અટકાયત, પાઘડી નીકળી જતા થયા લાલઘુમ
આ 5 ફંડ તમારા માટે ઉત્તમ છે
જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પોતાના રિસ્ક અને ટાર્ગેટનો હિસાબ કરીને ફંડમાં રોકાણ કરો. ત્યારે આજે અમે આપના માટે 5 એવા ફંડ વિશે જણાવીશું જેનાથી રોકાણકારને ઉત્તમ વળતર મળવા પાત્ર છે.
ADVERTISEMENT
- Nippon India Large Cap Fund: આ એક લોર્જકેપ ફંડ છે, જેણે એક વર્ષમાં 36.69% રિટર્ન આપ્યું છે. જ્યારે ત્રણ વર્ષમાં રિટર્નનો વધારો 17.27 ટકા જોવા મળ્યો છે. તો 5 વર્ષમાં આ ફંડમાં ઈન્વેસ્ટ કરનારને 15.28 ટકાના હિસાબથી રિટર્ન મળ્યું છે. તો લાંબાગાળાના રોકાણકારોને એવરેજ 14.38 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે.
ADVERTISEMENT
- Parag Parikh Flexi Cap Direct Growth: આ ફ્લેક્સીકેપ ફંડે વર્ષમાં 43.40 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. જ્યારે ત્રણ વર્ષમાં 20.81% તો 5 વર્ષમાં રિટર્ન 18.31% આપ્યું છે. તો 10 વર્ષમાં આ ફંડે 17.26% હિસાબથી વાર્ષિક રિટર્ન આપ્યું છે.
આ પણ વાંચો: 'સર ઘરે જવું પડશે...' ઓફિસમાં ખોટું બોલીને મેચ જોવા પહોંચી, બોસ TV પર જોઈ ગયા
- HDFC Mid-Cap Opportunities Fund: આ મિડકેપ ફંડે અત્યાર સુધીમાં શાનદાર રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં લગભગ 54.59% રિટર્ન મળ્યું છે, જ્યારે 3 વર્ષમાં રિટર્નની ટકાવારી 25 ટકા રહી છે. જ્યારે 5 વર્ષમાં આ ફંડે 22 ટકાના હિસાબથી રિટર્ન આપ્યું છે.
- ICICI Prudential Multicap Fund: એક વર્ષમાં આ ફંડમાંથી રોકાણકારોને 49.32% નું રિટર્ન મળ્યું છે. જ્યારે 3 વર્ષમાં 23.66 % તો 5 વર્ષણાં રિટર્ન રેશિયો 21 ટકા રહ્યો છે.
- Quant Small Cap Fund: આ ફંડમાં રિસ્કની સાથોસાથ રિટર્ન પણ વધું છે. ગત વર્ષમાં તેણે 55 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે 3 વર્ષમાં સરેરાશ 30.80% રિટર્ન મળ્યું છે. જ્યારે 5 વર્ષણાં આ ફંડે આશરે 27 ટકાનું વાર્ષિક રિટર્ન આપ્યું છે.
ADVERTISEMENT