'સર ઘરે જવું પડશે...' ઓફિસમાં ખોટું બોલીને મેચ જોવા પહોંચી, બોસ TV પર જોઈ ગયા

ADVERTISEMENT

Girl Caught During IPL
ઓફિસમાં ખોટું બોલીને મેચ જોવા પહોંચી યુવતી
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

યુવતીએ ખોટું બોલીને ઓફિસમાંથી લીધી રજા

point

યુવતીને સ્ટેડિયમમાં જોઈ ગયા બોસ

point

ટીવી પર જોઈને બોસે કર્યો તરત જ મેસેજ

Girl Caught During IPL : ઓફિસમાંથી રજા લેવા માટે કેટલાક લોકો અનેક અવનવા બહાના બનાવે છે. કેટલાક તબિયત ખરાબ હોવાનો તો કેટલાક પારિવારિક ઈમરજન્સીની વાત કરીને રજા માંગે છે. ત્યારે હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ ખોટું બોલીને ઓફિસમાંથી રજા લીધી હતી અને IPLની મેચ જોવા માટે પહોંચી હતી. જોકે, બોસ જ્યારે ટીવી પર લાઈવ મેચ જોઈ રહ્યા હતા, ત્યારે તેઓ યુવતીને સ્ટેડિયમમાં જોઈ ગયા હતા. જે બાદ બોસે તેને મેસેજ પણ કર્યો હતો.  

ઓફિસમાં ખોટું બોલીને મેચ જોવા પહોંચી 

નેહા દ્વિવેદી નામની એક ઈન્સ્ટાગ્રામ યુઝરે એક રીલ શેર કરીને કહ્યું કે તે ઘરે ઈમરજન્સી હોવાનું કહીને ઓફિસમાંથી જલ્દી નીકળી ગઈ હતી. વાસ્તવમાં તે બેંગલુરુ અને લખનઉ વચ્ચેની IPL મેચ જોવા જવાની હતી, પરંતુ ઓફિસમાંથી રજા મળી રહી નહોતી તેથી તેણે બહાનું બનાવ્યું હતું અને મેચ જોવા ગઈ હતી.  

બોસનો આવ્યો મેસેજ

મેચ ટીવી પર લાઈવ ચાલી રહી હતી, તેના બોસ પણ મેચ જોઈ રહ્યા હતા. જ્યારે કેમેરાનું ફોકસ તેના પર આવ્યું. ત્યારે ટીવી પર બોસ તેને જોઈ ગયા. જે બાદ તરત જ બોસે મેસેજ કરીને પૂછ્યું, ''શું તું RCBની ફેન છો?" નેહાએ જવાબ આપ્યો- હા કેમ?

ADVERTISEMENT

અનુજ રાવતે કેચ કરી દીધો હતો મિસ

બોસે કહ્યું કે, તને ગઈકાલે નિરાશા થઈ હશે. કાલે કેચ મિસ થતાં મેં સ્ટેડિયમમાં તને નિરાશ થતાં જોઈ હતી. જે બાદ બોસે જણાવ્યું કે 16.3 ઓવર પર કીપરે કેચ મિસ કરી દીધો હતો. નેહાએ જવાબ આપ્યો, અનુજ રાવતે કેચ મિસ કરી દીધો હતો. બોસે કહ્યું કે એટલા માટે તુ ગઈકાલે ઓફિસથી જલદી ઘરે જતી રહી હતી?

યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

નેહાએ બોસની સાથે થયેલી વાતચીત અને સ્ટેડિયમમાં મેચનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો, જે વાયરલ થઈ ગયો. હવે આ વીડિયો પર લોકોની કોમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે આ તો સ્ક્રિપ્ટેડ લાગી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું કે આવું ઘણીવાર થઈ ચૂક્યું છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT