USમાં 1 મહિનાથી ગુમ ભારતીય વિદ્યાર્થીની લાશ મળી, માતા-પિતાને આવ્યો હતો 1 લાખની ખંડણીનો ફોન

ADVERTISEMENT

Indian Student in US
મૃતક ભારતીય વિદ્યાર્થીની ફાઈલ તસવીર
social share
google news

Indian Student Murder in US: પાછલા મહિનાથી અમેરિકામાં ગુમ થયેલો 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ક્લીવલેન્ડમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. તાજેતરમાં આ દેશમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોતની અનેક ઘટનાઓ વચ્ચે આ ઘટના સામે આવી છે. એક અઠવાડિયામાં ભારતીય વિદ્યાર્થીના મોતનો આ બીજો કિસ્સો છે. હૈદરાબાદના નાચારામનો રહેવાસી મોહમ્મદ અબ્દુલ અરાફાત ગયા વર્ષે મે મહિનામાં ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાંથી IT (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી)માં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા અમેરિકા આવ્યો હતો. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "તે જાણીને દુઃખ થયું છે કે મોહમ્મદ અબ્દુલ અરાફાત, જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, તેનો ઓહાયોના ક્લીવલેન્ડમાંથી મૃતદેહ મળી આવ્યો હતો."

આ પણ વાંચો: Lok Sabha Election: રાજકોટથી પરેશ ધાનાણી જ લડશે ચૂંટણી!, કોંગ્રેસ નેતા લલિત કગથરાનો મોટો દાવો

અમેરિકામાં ગુમ થયેલા વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત

કોન્સ્યુલેટે અરાફાતના પરિવાર પ્રત્યે "ઊંડી સંવેદના" વ્યક્ત કરી અને કહ્યું કે તે વિદ્યાર્થીના મૃત્યુની સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં છે. કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે, "અમે શોકગ્રસ્ત પરિવારને તેના મૃતદેહને ભારત લઈ જવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છીએ." ગયા મહિને, કોન્સ્યુલેટે કહ્યું હતું કે, તે ભારતીય વિદ્યાર્થીને શોધી કાઢવા માટે સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. ગયા અઠવાડિયે 'WKYC 3 ન્યૂઝ' ટીવી ચેનલના અહેવાલ મુજબ, અરાફાત 5 માર્ચે રિઝર્વ સ્ક્વેરમાં પોતાનું ઘર છોડીને નીકળ્યો હતો પરંતુ પાછો આવ્યો ન હતો. ક્લીવલેન્ડ પોલીસે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, તેઓને "અરાફાતની સલામતીની ચિંતા છે." 

7 માર્ચે પિતા સાથે છેલ્લી વાત કરી હતી

અરફાતના પિતા મોહમ્મદ સલીમે કહ્યું હતું કે, અરફાતે તેમની સાથે છેલ્લીવાર 7 માર્ચે વાત કરી હતી અને ત્યારથી તે તેના પરિવાર સાથે સંપર્કમાં નથી. તેમણે જણાવ્યું હતું કે, તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ હતો. યુ.એસ.માં અરફાતના રૂમમેટે તેના પિતાને જાણ કરી હતી કે તેણે ક્લીવલેન્ડ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ 19 માર્ચે અરફાતના પરિવારને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે દાવો કર્યો હતો કે અરફાતનું કથિત રૂપે ડ્રગ્સ અને નશીલા પદાર્થ વેચનારી ટોળકીએ અપહરણ કરી લીધું છે અને ડ્રગ ગેંગ તેની "મુક્તિ" માટે US$1,200ની માંગણી કરી હતી.

ADVERTISEMENT

આ પણ વાંચો: પરષોત્તમ રૂપાલા મુદ્દે રાજકોટના રાજવીનું મોટું નિવેદન, માંધાતાસિંહજી જાડેજા કોના સમર્થનમાં આગળ આવ્યા?

માતા-પિતાને ખંડણીનો ફોન આવ્યો

તેના પિતા સલીમે જણાવ્યું હતું કે, ફોન કરનારે ખંડણી નહીં ચૂકવવામાં આવે તો અરફાતની કિડની વેચી દેવાની ધમકી પણ આપી હતી. સલીમે હૈદરાબાદમાં PTIને જણાવ્યું હતું કે, “મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ફોન કરનારે મને કહ્યું કે મારા પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસાની માંગણી કરવામાં આવી છે. ફોન કરનારે એ જણાવ્યું ન હતું કે તેને પૈસા કેવી રીતે આપવાના હતા. તેણે માત્ર રકમ ચૂકવવાનું કહ્યું. જ્યારે મેં ફોન કરનારને મારા પુત્ર સાથે વાત કરાવવાનું કહ્યું ત્યારે તેણે આમ કરવાનો ઇનકાર કર્યો હતો. ગયા અઠવાડિયે ઓહાયોમાં ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાંઈ ગડ્ડેની હત્યા થઈ હતી અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT