કમલમ બહાર વિરોધ પહેલા અમદાવાદ એરપોર્ટથી રાજ શેખાવતની અટકાયત, પાઘડી નીકળી જતા થયા લાલઘુમ
ગાંધીનગરમાં કમલમની બહાર વિરોધ કરવા માટે જયપુરથી અમદાવાદ પહોંચેલા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની એરપોર્ટ પરથી જ પોલીસે અટકાયત કરી લીધી હતી.
ADVERTISEMENT
Raj Shekhavat Detained: રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે બપોરે કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવવા હુંકાર કર્યો હતો. આ માટે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી અને તેમને નજરકેદ કરીને લઈ જવામાં આવ્યા હતા.
રાજ શેખાવતની પાઘડી નીકળી જતા થયા ગુસ્સે
જોકે એરપોર્ટની બહાર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજ શેખાવતને જબરજસ્તી પકડીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજ શેખાવતની પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા તેમની અટકાયત કરીને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે.
એરપોર્ટ પરથી ઉચ્ચારી હતી આત્મદાહની ચીમકી
નોંધનીય છે કે, અરપોર્ટ પર ઉતર્યા બાદ રાજ શેખાવતે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન માટે મજબૂર ન કરો. મેં કહ્યું હતું સરકાર અને પ્રશાસનને કે મને અમા મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવા માટે તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ. એટલે મને મજબૂર ન કરો.
ADVERTISEMENT
ADVERTISEMENT